Teble

 હાલના સમયમાં સામાન્ય રીતે માનવ વિકાસની જે અવસ્થાઓ સ્વીકારવામાં આવી છે , તે નીચે મુજબ છે . 

અવસ્થા કે તબક્કાનું નામ અને સમયગાળો 

1. ગર્ભાવસ્થા - બીજધારણથી જન્મ સુધી
2. શૈશવકાળ / શિશુ અવસ્થા - 0 to 5 years
3. કિશોરાવસ્થા / ઉત્તર શૈશવકાળ - 6 to 11 years
4. તરુણાવસ્થા / તારુણ્ય - 11 - 12 to 17 - 18 years
5. યુવાવસ્થા -  18 to 24 years
6. પુખ્તાવસ્થા - 25 to 40 years
7. પ્રૌઢાવસ્થા / આધેડ અવસ્થા - 40 to 60 years
8. વૃદ્ધાવસ્થા - (Age of Decline) 60 to Till death

સમજૂતી : 

ગર્ભાવસ્થા [ Prenatal Stage ] : 

માતા ગર્ભ ધારણ કરે ત્યારથી આ અવસ્થાની શરૂઆત થાય છે . આ ગાળો જન્મ પૂર્વેથી લગભગ નવ કે દસ માસનો હોય છે . માતાના ગર્ભાધાનથી આ અવસ્થાનો પ્રારંભ થાય છે . નવ માસ પછી બાળક જન્મે છે ત્યારથી તેના જીવનની

વિકાસયાત્રા શરૂ થાય છે . આ અવસ્થા દરમિયાન બાળકની શારીરિક વૃદ્ધિ ઝડપથી થાય છે . આ શારીરિક વૃદ્ધિનો આધાર માતાના સ્વાસ્થ્ય ૫૨ પણ રહેલો છે આ ઉપરાંત , માતાની ભોજન ટેવો , તેનાં વ્યસન , તેની પરિપક્વતા વગેરેની બાળકના ગર્ભ પર પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો થતી હોય છે . 

શૈશવકાળ / શિશુ અવસ્થા - 0 to 5 years : 

આ અવસ્થા જન્મથી પાંચ કે છ વર્ષની ઉંમર સુધી ચાલે છે . આ અવસ્થા દરમિયાન બાળકની શારીરિક વૃદ્ધિ ઝડપથી થતી હોય છે અને તેના માનસિક તેમ જ સાંવેગિક વિકાસનો પણ પ્રારંભ થાય છે . તેનું સંવેદનતંત્ર વિકાસ પામે છે . તેના સામાજિક વિકાસનો પ્રારંભ પરિવારમાંથી આ અવસ્થા દરમિયાન થાય છે . તેની સામાજિકતાની ક્ષિતિજો ધીરે ધીરે ખૂલવા લાગે છે . 

✺ શિશુ અવસ્થાનાં લક્ષણો 

⎆ શિશુ અવસ્થાનાં બાળકોનું મન ઘણું ચંચળ હોય છે . 
⎆ આ અવસ્થાનાં બાળકોનું સમગ્ર વર્તન તેની જરૂરિયાતો સંતોષવાના પ્રયાસોથી ભરપૂર હોય છે જે વર્તન તેની જરૂરિયાતો સંતોષે અને જેનાથી તેને વારંવાર આનંદ થાય તેવું આચરણ કરે છે .
⎆ તે આ અવસ્થામાં વધુ કલ્પનાશીલ હોય છે . 
⎆ આસપાસના વાતાવરણ સાથે અનુકૂલન તે સાધી શકતું નથી .
⎆ તેનામાં સારાસારની વિચારશક્તિ અને નિર્ણયશક્તિનો અભાવ હોય છે .
⎆ આ અવસ્થાનાં બાળકો પ્રબળ અનુકરણ શક્તિ હોય છે .
⎆ તેનામાં નીતિ – અનીતિનો અભાવ હોય છે .
⎆ તે પોતાની ભૌતિક જરૂરિયાતો માટે પરાવલંબી હોય છે .
⎆ તેનામાં સંકુચિત સ્વાર્થવૃત્તિ જોવા મળે છે .

⎆ દુનિયાની વાસ્તવિકતાનો તે સામનો કરી શકતું નથી .
⎆ આ અવસ્થામાં બાળકનું વર્તન ખૂબ આવેગયુક્ત હોય છે .
⎆ આ અવસ્થાનાં બાળકોની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ હોય છે .
⎆ તે એકાંતપ્રિય વધુ હોય છે .
⎆ તે બહારના અનુભવોથી જલદી પ્રભાવિત થાય છે .
⎆ આ અવસ્થાનાં બાળકોમાં પ્રેમ અને જાતીયતાની લાગણી પણ હોય છે . આ અવસ્થાનાં બાળકોમાં જાતીયતા ત્રણ સ્વરૂપે જોવામાં આવે છે . 

(1) આત્મરતિ , (2) સજાતીય કામુકતા અને , (3) વિજાતીય કામુકતા . આ ઉંમરનું બાળક તેની જાતમાં અને પોતાના શરીરમાં ખૂબ રસ લે છે . ત્યારબાદ બાળક પોતાનો પ્રેમ પોતાની જાતિના સભ્યો તરફ વ્યક્ત કરે છે . વિજાતીય કામુકતામાં પુત્ર માતાને અને પુત્રી પિતાને ચાહે છે.

કિશોરાવસ્થા / ઉત્તર શૈશવકાળ - 6 to 11 years : 

કિશોરાવસ્થા એ ભ્રામક પરિપક્વતાની અવસ્થા છે . આ અવસ્થાનાં શરૂઆતનાં ત્રણ વર્ષ ઝડપી વિકાસનાં છે . તે દરમ્યાન બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ત્વરિત હોય છે . ત્યાર પછીનાં વર્ષોમાં તેના વિકાસમાં એક અજબ સ્થિરતા આવી જાય છે . દસ વર્ષની ઉંમરનો કિશોર પુષ્ઠ વયના માણસ જેટલી સ્થિરતા ધરાવે છે . આ અવસ્થાનાં લક્ષણો , વિકાસાત્મક કાર્યો અને તેને અનુરૂપ શિક્ષણવ્યવસ્થા નીચે મુજબ છે . 

✺ કિશોરાવસ્થાનાં લક્ષણો :
⎆ શારીરિક વિકાસ ઝડપી બને છે , ઊંચાઈ વધે છે , વજન વધે છે .
⎆ હાડકાંની સંખ્યા 350 થાય છે અને 32 જેટલા કાયમી દાંત આવે છે. 
⎆ તેનો ચેષ્ટા વિકાસ લગભગ સંપૂર્ણપણે સધાઈ જાય છે .
⎆ તેનો માનસિક વિકાસ ઝડપી બને છે . 
⎆ તેની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ બને છે . તેનામાં રોજિંદા વ્યવહારો માટેની જિજ્ઞાસા પેદા થાય છે .
⎆ તેની સમજશક્તિ અને અર્થગ્રહણ શક્તિનો વિકાસ થાય છે .
⎆ તેનામાં ઈર્ષ્યાભાવ સાહજિક અને પ્રબળ બને છે .
⎆ તેને સમવયસ્કો સાથે અને જૂથમાં રહેવું ગમે છે .
⎆ તેની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ બને છે . નવી નવી વાતો જાણવાની અને સાંભળવાની તેને ગમે છે .
⎆ તેનામાં સ્વતંત્રતાની ઝંખના જાગે છે . તેથી તેની લડાયક વૃત્તિ પણ પ્રબળ બને છે . તે બંધનો સામે વિદ્રોહી બને છે . 
⎆ તેની સંગ્રહવૃત્તિ પ્રબળ બને છે . તે ચિત્રો , ટિકિટો , લખોટીઓ કે અન્ય વસ્તુઓનો સંગ્રહ કરે છે .
⎆ તેને કોઈની સલાહ કે શિખામણ ગમતાં નથી . 
⎆ આ અવસ્થામાં કિશોરો અને કિશોરીઓ કાર્યકારણનો સંબંધ સમજતાં થાય છે . 
⎆ તે 5 થી 6 કલાક ઘરની બહાર રહેવાનું પસંદ કરે છે . 
⎆ વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે તેને ખાસ આકર્ષણ જન્મતું નથી . તેમનાથી તે અતડો રહે છે . 
⎆ તે અન્યને ન ગમતા વ્યવહારો પર નિયંત્રણ રાખી શકે છે . 
⎆ તેનામાં વીરપૂજા કે વ્યક્તિ પૂજાની ભાવના પેદા થાય છે . તે ઉત્તમ ખેલાડી કે નેતા કે અભિનેતાથી આકર્ષાય છે . 
⎆ સંઘવૃત્તિ એ આ અવસ્થાની નોંધપાત્ર લાક્ષણિક્તા છે . તેને જૂથમાં રહેવું ગમે છે અને જૂથ પ્રત્યે તે વફાદાર રહે છે . 
⎆ તે બર્ણિમુખી બને છે . 
⎆ સંવેગોની તીવ્રતાની માત્રા તેનામાં ઘટતી જોવા મળે છે . 
⎆ આ અવસ્થામાં કિશોરો અને કિશોરીઓની નિરીક્ષણ શક્તિ સતેજ બને છે . પશુઓ , પક્ષીઓ વગેરેને સમજવાનો તેઓ પ્રયાસ કરે છે . 
⎆ તેમની ગ્રહણશીલતા વધે છે . 
⎆ કિશોરના ખભા પહોળા થાય છે . 
⎆ હૃદયના ધબકારા 100 થી ઘટીને 85 જેટલા થાય છે . 
⎆ મસ્તકનો વિકાસ 95 ટકા જેટલો સંપન્ન થાય છે .

તરુણાવસ્થા / તારુણ્ય : 11 - 12 to 17 - 18 years : 

તરુણાવસ્થા એ 12 વર્ષથી 20 વર્ષનો સમયગાળો છે . તરુણાવસ્થા 12 કે 13 વર્ષથી શરૂ થઈ 18 થી 20 વર્ષ સુધીમાં પૂરી થાય છે . આ અવસ્થાને કુમારાવસ્થા કે પ્રૌગંડાવસ્થા પણ કહેવામાં આવે છે . તે જીવનનો સંઘર્ષમય સંક્રાંતિકાળ છે , નવજાગૃતિકાળ છે . આ અવસ્થા દરમ્યાન વ્યક્તિ કિશોર - કિશોરી મટીને પ્રજનનની ક્ષમતા ધરાવતાં યુવક - યુવતી બને છે . આ અવસ્થા એ એવી વિશિષ્ટ અવસ્થા છે કે જે વ્યક્તિના જીવનમાં નવાં પરિવર્તનો અને નવાં વળાંકો લાવે છે . તેથી જ તેને જીવનનો સંક્રાંતિકાળ કહેવામાં આવે છે . માનવજીવનની ભાવિ ઈમારતના ઘડતરમાં આ અવસ્થા અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે . તરુણ – તરુણીઓ પોતાનામાં થયેલાં વિવિધ પરિવર્તનોને લીધે પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરતાં મૂંઝાય છે . એમણે પોતાની શૈક્ષણિક તેમ જ વ્યાવસાયિક કારકિર્દી નક્કી કરવાની હોય છે . તેઓ જીવન માટે આવશ્યક મૂલ્યો અને જીવનની ફિલસૂફીની દિશામાં પણ તર્ક કરતાં અને વિચાર ચિંતન કરતાં થાય છે . આ વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ અવસ્થા હોવાથી તેમના ઘડતરની જવાબદારી મહદ્અંશે શાળા અને અધ્યાપકો પર આવી જાય છે . હવે આપણે તરુણાવસ્થાનાં લક્ષણો , તેનાં વિકાસકાર્યો તેમજ તરુણાવસ્થા માટેની વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થા વિશે જોઈએ.

યુવાવસ્થા - 18 to 24 years : 

યુવાવસ્થા એટલે કે યૌવનનો આરંભ જે 18 વર્ષ પછી થાય છે . સામાન્ય રીતે હવે આ સમયગાળો 18 થી 24 વર્ષનો છે . આ અવસ્થામાં શારીરિક વિકાસ લગભગ પૂર્ણ થઈ ગયો હોય છે . 

✺ યુવાવસ્થાનાં લક્ષણો 

⎆ આ અવસ્થામાં તે સ્થિરતા અને સલામતી ઇચ્છે છે .
⎆ આ અવસ્થામાં શારીરિક વિકાસ લગભગ પૂર્ણ થઈ ચૂક્યો હોય છે .
⎆ આ અવસ્થામાં વ્યક્તિ લગ્ન બાબતે વિચાર કરે છે . વ્યક્તિ તેની કારકિર્દી ઘડતરની દિશામાં ચિંતન કરે છે .
⎆ તેનામાં સામાજિક ગુણો વિકસેલા હોય છે .
⎆ તેને સાહસભર્યા કાર્યો કરવાં ગમે છે એટલે કે તેનામાં સાહસિકતા જન્મે છે .
⎆ વ્યક્તિ વધુ અહમકેન્દ્રી બને છે .
⎆ તે સ્વસાક્ષાત્કાર માટે પ્રયત્નશીલ હોય છે .

પુખ્તાવસ્થા - 25 to 40 years : 

25 થી 40 વર્ષ સુધીનો સમયગાળો પુખ્તાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે . અવસ્થાનાં લક્ષણો નીચે મુજબ છે . 

✺ પુખ્તાવસ્થાનાં લક્ષણો  : 

⎆ આ અવસ્થામાં શારીરિક તેમ જ બૌદ્ધિક પરિપકવતા સિદ્ધ થઈ જાય છે . 
⎆ આ અવસ્થામાં વ્યક્તિ લગ્ન અને કારકિર્દી વિશે ગંભીર બને છે .
⎆ યુવાનો અને યુવતીઓ સ્થિરતા અને સલામતી ઇચ્છે છે .
⎆ તેમનામાં સંતાનપ્રાપ્તિની ઝંખના જાગે છે .
⎆ સંતાનપ્રાપ્તિ પછી કૌટુંબિક જવાબદારીઓથી તેઓ સભાન બને છે .
⎆ આ અવસ્થામાં તેઓ વધુ અહકેન્દ્રી બને છે .
⎆ સમાજમાં ચોક્કસ સ્થાન કે મોભો મેળવવાની ઝંખના તેમનામાં જાગે છે . 
⎆ જીવનમાં મૂલ્યો તરફ તેમની સભાનતા વધતી જાય છે . 
⎆ તેમને પ્રતિષ્ઠાની ઝંખના જાગે છે . તેઓ સ્વસાક્ષાત્કાર અને આત્માભિવ્યક્તિ કરવા પ્રયાસ કરે છે .

 પ્રૌઢાવસ્થા / આધેડ અવસ્થા - 40 to 60 years :

 પ્રૌઢાવસ્થાનો ગાળો 40 થી 60 વર્ષનો ગણવામાં આવે છે . 

✺ પ્રૌઢાવસ્થાનાં લક્ષણો :

⎆ પ્રૌઢો અને પ્રૌઢાઓ સામાજિક ક્ષેત્રે પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે 
⎆ પોતાની સિદ્ધિઓ અને સ્થાનને ટકાવી રાખવા માટે તેઓ શ્રે પ્રયાસ કરે છે . 
⎆ તેમનો જાતીય વૃત્તિ પરત્વે ઉત્સાહ ઓસરતો જાય છે.

⎆ પોતાના ક્ષેત્રમાં પ્રૌઢો અને પ્રૌઢાઓ શક્ય તેટલી શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરે છે .
⎆ પોતાનાં માતા - પિતા , સંતાનો તેમ જ સમાજના સભ્યો સાથે તેઓ અનુકૂલન સાધવાનો પ્રયાસ કરે છે .
⎆ આ અવસ્થામાં તેમની જાતીય વૃત્તિ મંદ પડી જાય છે . 

વૃદ્ધાવસ્થા - ( Age of Decline ) 60 to Till death :

 સાઠ વર્ષ પછીનો ગાળો વૃદ્ધાવસ્થાનો ગાળો ગણાય છે . તેનાં લક્ષણો નીચે મુજબ છે . 

✺ વૃદ્ધાવસ્થાનાં લક્ષણો : 

⎆ વૃદ્ધો અને વૃદ્ધાઓમાં શારીરિક રીતે અક્ષમતા પેદા થાય છે . 
⎆ તેમની જ્ઞાનેન્દ્રિયોની શક્તિઓમાં ઘટાડો થાય છે .
⎆ વૃદ્ધો અને વૃદ્ધાઓની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે .
⎆ તેમને યુવાનો અને પરિવારજનો સાથે અનુકૂલનના પ્રશ્નો પેદા થાય છે . 
⎆ વૃદ્ધાવસ્થામાં અન્ય લોકો પાસેથી સહાનુભૂતિની ઝંખના વધે છે .
⎆ વૃદ્ધો અને વૃદ્ધાઓને સમય પસાર કરવાની ચિંતા વધે છે .
⎆ તેમની માનસિક શક્તિઓ ક્ષીણ બને છે . 
⎆ તેમની સ્મૃતિ ઘટતી જાય છે . 
⎆ તેમને નવી પેઢી સાથે વિચારોમાં વિસંવાદિતા પેદા થાય છે . 
⎆ તેમની સ્વકેન્દ્રીયતા અને સંવેદનશીલતામાં વધારો થાય છે . 
⎆ તેમને ક્યારેક આર્થિક બાબતોની ચિંતા સતાવે છે . 
⎆ તેમની જાતીય વૃત્તિ નહિવત્ થઈ જાય છે .

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...