[1] નિરંતર વિકાસનો સિદ્ધાંત
આ સિદ્ધાંત અનુસાર , વિકાસની પ્રક્રિયા એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે . સ્કિનર પણ કહે છે કે , “ Development is a continuous and gradual process ” બાળકના ગર્ભાધાનથી માંડીને જીવનપર્યંત ચાલનારી આ સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે . આ વિકાસની ગતિ ક્યારેક ધીમી કે ક્યારેક ઝડપી હોય છે . પ્રથમ ત્રણ વર્ષ સુધી બાળકના વિકાસની પ્રક્રિયા અતિ તીવ્ર હોય છે , ત્યારબાદ તે મંદ પડી જાય છે . વ્યક્તિમાં આવતાં પરિવર્તનો આકસ્મિક હોતાં નથી , તે ક્રમિક રીતે સતત ચાલતી વિકાસની પ્રક્રિયાને આભારી છે .
[2] વિકાસની વિભિન્ન ગતિનો સિદ્ધાંત
જુદી - જુદી વ્યક્તિઓના વિકાસની ગતિમાં વિભિન્નતા જોવા મળે છે . આ પ્રકારની ગતિની વિભિન્નતા સમગ્ર વિકાસયાત્રા દરમિયાન યથાવત્ રહે છે . જેમ કે , કોઈ વ્યક્તિ જન્મ સમયે વધુ ઊંચાઈ ધરાવતી હોય તો તેની ઉંમર વધે કે મોટી થાય ત્યારે પણ તે ઊંચી જ રહે છે . જે કદમાં ઠીંગણો હોય તે ઠીંગણો રહે છે .
[3] વિકાસક્રમનો સિદ્ધાંત
આ સિદ્ધાંત અનુસાર , બાળકનો ચેષ્ટાત્મક તથા ભાષાકીય વિકાસ એક નિશ્ચિત અને ચોક્કસ ક્રમ અનુસાર થાય છે . જેમ કે , 32 કે 36 માસનું બાળક ઊલટું પડતાં ( Clock counterwise ) શીખે છે, 60 માસનું બાળક ઘડિયાળની દિશામાં ( Clockwise ) સીધું થતાં શીખે છે અને 72 માસનું બાળક પછી ઊલટું થતું જોવા મળે છે . એ જ રીતે , ભાષાકીય વિકાસની અવસ્થામાં જન્મ સમયે બાળક રડે છે , 3 માસનું થતાં ગળામાંથી વિશિષ્ટ ધ્વનિ કાઢે છે , 6 માસની ઉંમરે તે હર્ષનો ધ્વનિ કાઢે છે અને 7 માસનું બાળક પા , બા , મા , વા , વગેરે શબ્દો શીખે છે .
[4] વિકાસ - દિશાનો સિદ્ધાંત
આ સિદ્ધાંત અનુસાર , બાળકનો વિકાસ ચોક્કસ દિશામાં થાય છે . તેના વિકાસને ચોક્કસ દિશા હોય છે . બાળકનો વિકાસ માથાથી પગની દિશામાં થાય છે એટલે કે સૌ પ્રથમ બાળકના મસ્તકનો વિકાસ થાય છે . ત્યારબાદ પગ પરિપક્વ બને છે . જન્મ સમયથી જ બાળક પ્રથમ સપ્તાહમાં પોતાનું માથું ઉઠાવી શકે છે , ત્યારબાદ ધીરે ધીરે તેનાં હલનચલનનો વિકાસ થાય છે . બાળક પહેલાં ખભાના સ્નાયુઓ પર કાબૂ મેળવી શકે છે , પછી ક્રમશઃ કોણી , કાંડું , હથેળી , આંગળાં ને છેવટે ટેરવાં ૫૨ અંકુશ મેળવે છે . આ રીતે જે બાળક જન્મના પ્રથમ સપ્તાહમાં મસ્તક ઉઠાવી શકે છે તે ક્રમશઃ વિકાસ પામીને બાર મહિને ઊભો થતાં અને લગભગ દોઢ વર્ષે ચાલતાં શીખે છે . આને વિકાસ દિશાનો સિદ્ધાંત કહેવામાં આવે છે .
[5] એકીકરણનો સિદ્ધાંત
પ્રસ્તુત સિદ્ધાંત અનુસાર , બાળક પહેલાં પોતાના સંપૂર્ણ અંગને અને ત્યારબાદ અંગોના વિવિધ ભાગોને ચલાવતાં શીખે છે . ત્યારબાદ તેનાં ભાગોને અને છેવટે અંગ અને તેનાં ભાગોનું એકીકરણ સાધી તેનો ઉપયોગ કરતાં શીખે છે . જેમ કે , પહેલાં તે પોતાના પૂરા હાથને , ત્યારબાદ આંગળીઓને અને પછી હાથ અને આંગળીઓને એકી સાથે ચલાવતાં શીખે છે . કુપ્પુસ્વામીના મંતવ્ય અનુસાર , વિકાસની ગતિ પૂર્ણથી અંગોની તરફ , અંગોથી પૂર્ણ તરફ થતી હોય છે . વિભિન્ન અંગોનું એકીકરણ ગતિની સરળતાને સંભવિત બનાવે છે .
[6] પરસ્પર સંબંધનો સિદ્ધાંત
આ સિદ્ધાંત અનુસાર , બાળકના શારીરિક , માનસિક અને સાંવેગિક વિકાસની વચ્ચે પરસ્પર સંબંધ હોય છે . આ બધા વિકાસ પરસ્પર સંબંધિત હોય છે .
દા.ત. , બાળકનો શારીરિક વિકાસ થાય છે ત્યારે તે ઘસડાઈને ચાલતાં શીખે છે અને બેસવાનું તેમ જ ચાલવાનું શીખે છે . આ પ્રકારના શારીરિક વિકાસની સાથે સાથે તેનાં રસ - રુચિ અને વ્યવહારમાં પણ પરિવર્તન આવે છે . તેનો ચેષ્ટાત્મક અને ભાષાકીય વિકાસ પણ સાથે સાથે થતો રહે છે . આમ , શારીરિક વિકાસ થવાની સાથે જ બાળક માનસિક અને સાંવેગિક વિકાસ સાધે છે .
[7] વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત
આ સિદ્ધાંત અનુસાર , પ્રત્યેક વ્યક્તિના વિકાસનું એક નાગવું અને ચોક્કસ સ્વરૂપ હોય છે . એક જ વયનાં , સમાન ઉંમર વતાં બે છોકરા કે બે છોકરીઓ કે એક છોકરા અને એક છોકરીના રિક , માનસિક અને સામાજિક વિકાસમાં વ્યક્તિગત ભિન્નતાઓ મળે છે . સ્કિનરના મંતવ્યાનુસાર , વિકાસના સ્વરૂપોમાં વ્યાપક વ્યાક્તગત ભિન્નતાઓ પ્રવર્તે છે .
[8] સમાન તરાહનો સિદ્ધાંત
પ્રસ્તુત સિદ્ધાંતને પ્રતિપાદિત કરતાં હરલોકે જણાવ્યું છે કે , પ્રત્યેક જાતિ તે પછી માનવ કે પશુ હોય તે પોતાની જાતિનાં લક્ષણો અનુસાર વિકાસની તરાહને અનુસરે છે . માનવમાં સમાન અવસ્થામાંથી પસાર થતાં બાળકોની વિકાસની તરાહ એકસમાન હોય છે . જેમ કે , તરુણાવસ્થા ધરાવતાં બાળકો તરુણાવસ્થા દરમિયાન પોતાનામાં જાતીય ફેરફારો અનુભવે છે .
[9] સામાન્યથી વિશિષ્ટ પ્રતિક્રિયાનો સિદ્ધાંત
આ સિદ્ધાંત અનુસાર , બાળકનો વિકાસ સામાન્ય પ્રતિક્રિયાઓથી વિશિષ્ટ પ્રતિક્રિયા તરફનો હોય છે . વિકાસની સર્વ અવસ્થાઓમાં બાળકની પ્રતિક્રિયાઓ પહેલાં સામાન્ય પ્રકારની હોય છે . જેમ કે , નવજાત બાળક પોતાના કોઇ એક અંગનું હલનચલન કરતાં પહેલાં તે પોતાના પૂર્ણ શરીરનું હલન - ચલન કરે છે . પહેલાં પોતાના સમગ્ર શરીરને હલાવે છે , પછી આખા હાથને અને છેવટે બે કે ત્રણ આંગળીથી વસ્તુને પકડે છે .
[10] વારસો અને વાતાવરણની આંતરક્રિયાનો સિદ્ધાંત
પ્રસ્તુત સિદ્ધાંત અનુસાર , બાળકના વિકાસનો આધાર વારસા અને વાતાવરણ પર છે . બાળકનો વિકાસ એકલા વારસાને આધારે કે કેવળ વાતાવરણને આધારે થઈ શકતો નથી . પરંતુ , બાળકનો વિકાસ વારસો અને વાતાવરણની આંતરક્રિયાને આધારે થાય છે . વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ તેના વારસો અને વાતાવરણથી ઘડાય છે . આ બંને પરિબળો બાળકના વિકાસની દિશા નક્કી કરે છે .
[11] પૂર્વ - આગાહીનો સિદ્ધાંત
વ્યક્તિનો વિકાસ તેની અવસ્થા અનુસાર , નિશ્ચિત ક્રમમાં થતો હોવાથી બાળકના વિકાસાનુસાર તેના વર્તન પર અસર પડતી હોય છે . આથી , વિકાસક્રમને ધ્યાનમાં રાખીને બાળકના વિકાસવર્તન અંગે સહેલાઇથી પૂર્વાનુમાન કે આગાહી થઇ શકે છે .
Post a Comment