Teble

 બાળકના વૃદ્ધિ અને વિકાસમાં કેટલાંક પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે . તેમાં વારસો અને વાતાવરણ બંને મુખ્ય છે . તે બાળકના વિકાસમાં સહાયભૂત થાય છે . વારસા અને વાતાવરણમાં બાળકના વિકાસની વિશેષ સંભાવનાઓ રહેલી છે . વુડવર્થના મંતવ્ય અનુસાર , “ The individual is the product of heredity and environment " . - Woodsworth 

હવે , વારસો અને વાતાવરણ વ્યક્તિના વિકાસમાં કઈ રીતે મદદરૂપ થાય છે , તે આપણે આગળ જોઈશું . 

માતા ગર્ભધારણ કરે ત્યાંથી શરૂ કરીને બાળકનો જન્મ થાય , તે મોટું થાય , જવાન થાય , વૃદ્ધ થાય અને મૃત્યુ પામે ત્યાં સુધી સતત તેનો વિકાસ થતો રહે છે . આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે . તેમ છતાં વિકાસના દરમાં કે પ્રમાણમાં વ્યક્તિએ - વ્યક્તિએ તફાવત હોઈ શકે છે અથવા તફાવત જોવા મળે છે , કારણ કે વ્યક્તિના વિકાસ પર ઘણાં પરિબળોની અસર પડતી હોય છે . આ પરિબળો કયા છે અને તે કઈ રીતે વ્યક્તિના વિકાસ પર અસર કરે છે તેની ચર્ચા અહીં કરવામાં આવી છે .

1. આનુવાંશિકતા / વારસો : 


વ્યક્તિના વિકાસમાં તેના વારસા કે આનુવાંશિકતાનો ખૂબ મોટો ફાળો હોય છે . બાળકોને શારીરિક વિકાસ મોટાભાગે તેમના માતા - પિતાના વિકાસ પર આધારિત હોય છે . વ્યક્તિની ઊંચાઈ રંગ , આંખ કે વાળનો રંગ તથા ચહેરાનો દેખાવ મોટાભાગે માતા - પિતાના જનીન તત્ત્વો પર આધાર રાખે છે . શરીરનું બંધારણ , મગજની ગોઠવણી અને વ્યક્તિત્વનાં અમુક લક્ષણો જનીનના આધારે નક્કી થાય છે . જનીનોને કારણે જ વ્યક્તિની બુદ્ધિ , શારીરિક ક્ષમતા , ચારિત્ર્ય અને અન્ય દક્ષતા પર માતા પિતાના લક્ષણોની અસર જોવા મળે છે . થેલેસેમિયા , એઇડ્સ અને મધુપ્રમેહ જેવા રોગો પણ વારસામાં મળી શકે છે , તેવું ચિકિત્સા વિજ્ઞાને ( Medical Science ) સાબિત કર્યું છે . ઘણી વ્યક્તિઓને વ્યાવસાયિક દક્ષતા પણ વારસામાં મળે છે . ફિલ્મ અભિનેતા પૃથ્વીરાજ કપૂરના અભિનયના ગુણ તેમની ચાર - ચાર પેઢીના વારસોને પ્રાપ્ત થયા છે . તેમની ચાર પેઢીઓએ સફળતાપૂર્વક ભારતીય ચલચિત્રોમાં પોતાનું વર્ચસ્વ જમાવવામાં સફળતા મેળવી છે . ટાટા , બીરલાની દરેક પેઢી તેમનો વ્યવસાય સફળતાપૂર્વક ચલાવતી જોવા મળી છે . જો કે દરેક કિસ્સામાં એવું નથી બનતું કે ક્ષેત્રમાં માતા - પિતાએ સફળતા મેળવી હોય તે જ ક્ષેત્રમાં તેમના વારસદારો પણ સફળતા મેળવવા કારણ કે વારસામાં વ્યક્તિને અમુક લક્ષણો મળવા કે ન મળવા , તે આખી બાબત શરીર વિજ્ઞાનને લગતી છે . પરંતુ એક બાબત તો ચોક્કસ છે કે વ્યક્તિના શારીરિક વિકાસ પર તો વારસાની અસર જોવા મળે જ છે . વ્યક્તિના માનસિક અને સાંવેગિક વિકાસ પર તેના સામાજિક , સાંસ્કૃતિક અને કૌટુંબિક વારસા કે આનુવાંશિકતાની અસર ઓછા વત્તા અંશે જોવા મળે છે . 

2. વાતાવરણ : 


અફઘાનો ઊંચા અને મજબૂત શારીરિક બાંધાના કેમ , એસ્કિમો ઠીંગણા કેમ , આફ્રિકનો કાળા કેમ , ચીનાઓની આંખો આપણી આંખો કરતાં જુદી કેમ , અંગ્રેજો ગોરા કેમ ? આ પ્રશ્નોના ઉત્તરમાં કહી શકાય કે જુદા - જુદા પ્રદેશની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિએ વ્યક્તિઓમાં આવી ભિન્નતા પેદા કરી છે . અહીં જે વાત કરવામાં આવી છે તે જણાવે છે આપણી આસપાસનું વાતાવરણ આપણા શારીરિક વિકાસ પર અસર કરે છે . તે ઉપરાંત ઘણાં કિસ્સાઓમાં ભૌગોલિક વાતાવરણની માનસિક અને સાંવેગિક વિકાસ પર પણ અસર જોવા મળે છે . જેમ કે , રાજસ્થાનના રણવિસ્તારમાં રહેતાં લોકોને મર્યાદિત પ્રમાણમાં પાણી મળે છે . તેથી તે લોકો પાણીની કરકસર કરતાં હોય છે . તેમની પાણીની ક૨કસ૨ ક૨વાની આ ટેવ એટલી અસર કરે છે કે પછી તેમના જીવનના દરેક પાસાં સાથે વણાઈ જાય છે . પરિણામે તેઓ દરેક કાર્યમાં કરકસર કરવાનો પ્રયત્ન કરે છે . તેથી કહી શકાય કે માનવની વૃદ્ધિ અને વિકાસ પર જે તે સ્થળ કે પ્રદેશના ભૌગોલિક વાતાવરણની અસર પડે છે . આ તો બાહ્ય વાતાવરણની વાત થઈ . વાતાવરણને બે વિભાગમાં વહેંચી શકાય છે . 

2.1 જન્મપૂર્વેનું વાતાવરણ : 


બાળક તેની માતાના ગર્ભમાં , બીજધારણ થાય ત્યારથી તેનો જન્મ થાય ત્યાં સુધી રહે છે . ગર્ભમાં બીજનો વિકાસ થાય છે અને ધીમે - ધીમે બાળકનાં શરીરમાં વૃદ્ધિ થવા લાગે છે . નવ માસ સુધી બાળકનાં વિકાસ અને વૃદ્ધિની આ પ્રક્રિયા માતાના ગર્ભમાં થતી રહે છે . આ પ્રક્રિયા દરમિયાન માતાને પૌષ્ટિક ખોરાક , આનંદપ્રદ વાતાવરણ , સતત હૂંફ અને પ્રેમ મળતા રહે , સાંવેગિક રીતે તે મજબૂત હોય અને તેને કોઈ ગંભીર બીમારી ન હોય તો તેના ગર્ભમાં એક તંદુરસ્ત અને માનસિક સ્વસ્થ બાળકનો વિકાસ થાય છે . આના કરતાં જુદી પરિસ્થિતિમાં ગર્ભમાં વિકસી રહેલ બાળકની તંદુરસ્તી કે માનસિક સ્વાસ્થ્ય સામે ઘણાં પ્રશ્નો ઊભા થઈ જાય છે . જન્મપૂર્વેનું આ વાતાવરણ બાળકનાં વિકાસ માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે ત્યાં તે નવ મહિના જેવો લાંબો સમય કાઢે છે . અહીંથી તે વારસામાં મળેલા જન્મજાત લક્ષણો લઈને દુનિયામાં આવે છે . આ લક્ષણો જીવનપર્યંત તેના વિકાસ પર અસર કરતાં જોવા મળે છે . 

કહેવાય છે કે બાળક ગર્ભમાં હોય તે ગાળા દરમિયાન સ્ત્રીના વિચારોની અસર પણ બાળક પર પડે છે . મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે અભિમન્યુ તેની માતાના ગર્ભમાં હતો ત્યારે અર્જુને તેની માતાને ચક્રવ્યૂહના છ દરવાજા તોડવાની રીત સમજાવી હતી . અભિમન્યુએ આ વાત તેની માતાના ગર્ભમાં રહીને સાંભળી હતી . પછી જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અભિમન્યુએ માતાના ગર્ભમાં રહીને સાંભળેલી વાતના આધારે ચક્રવ્યૂહના છ દરવાજા તોડવામાં સફળતા મેળવી હતી . આ બાબતનો કોઈ વૈજ્ઞાનિક કે ઐતિહાસિક આધાર નથી . તેમ છતાં માતાના ગર્ભમાં જ બાળકને અમુક માનસિક લક્ષણો મળે છે એ વાતને , આ વાર્તા સમર્થન આપે છે અને આપણી સંસ્કૃતિ હજારો વર્ષ પહેલાં પણ આ બાબત સ્વીકારતી હતી તે બાબતને બળ પૂરું પાડે છે . હવે તો શરીર વિજ્ઞાનીઓ પણ આ વાતને સ્વીકારતા થયા છે .

2.2 જન્મ પછીનું વાતાવરણ : 


બાળકનાં જન્મની સાથે તેનું વાસ્તવિક જીવન શરૂ થાય છે . તેની સાથે જ ગર્ભની બહારની દુનિયામાં તેની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા પણ શરૂ થાય છે . તેના જન્મ પછીનું વાતાવરણ તેની આ પ્રક્રિયા પર અસર કરે છે . જુદાં - જુદાં વાતાવરણમાં રહેનારાં બાળકોનાં વૃદ્ધિ અને વિકાસની તરાહ વચ્ચે તફાવત જોવા મળે છે . જન્મ પછીના આવા વાતાવરણને મુખ્ય ચાર વિભાગોમાં વહેંચી શકાય . 

2.2.1 આંતરિક વાતાવરણ : 


બાળકની ચાલઢાલ , બોલચાલની રીત અને આવેગો નિશ્ચિત કરવામાં તેની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોર્મોન અગત્યનો ભાગ ભજવે છે . તે ઉપરાંત તેની શારીરિક તંદુરસ્તી , તેના શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ તેના માનસિક વિચારો તેના મગજનું બંધારણ વગેરે બાબતો તેની વૃદ્ધિ અને વિકાસ પર અસર કરનારાં પરિબળો છે . આ દરેક પરિબળોનો સમાવેશ જન્મ પછીના આંતરિક વાતાવરણમાં થાય છે . જનીન તત્ત્વો એ શરીરની આંતરિક બાબત છે . આજના યુગમાં તો વ્યક્તિ દવાઓ દ્વારા આવા હોર્મોન્સમાં ફેરફાર કરીને પોતાની જાતિ ( Gender / Sex ) પણ બદલાવતી જોવા મળે છે . 

2.2.2 કૌટુંબિક વાતાવરણ : 


કહેવાય છે કે બાળકની પ્રથમ શાળા તે તેનું ઘર અને પ્રથમ શિક્ષક તે તેની માતા . બાળક તેનાં જીવનના શરૂઆતના પાઠ તેના ઘરમાંથી શીખે છે . ઘરના સંસ્કાર બાળકનાં સાંસ્કારિક વિકાસ પર સૌથી વધુ પ્રભાવ પાડે છે . બાળકનાં સાંવેગિક , માનસિક અને સામાજિક વિકાસ પર તેના કૌટુંબિક વાતાવરણની અસર પડે છે . જો કુટુંબના સભ્યો પ્રેરક વાતાવરણ પૂરું પાડે તો બાળકનો માનસિક , સામાજિક અને સાંવેગિક વિકાસ યોગ્ય રીતે થશે . ઘ૨માં કજિયાવાળું વાતાવરણ હશે તો બાળકના વિકાસ પર તેની અવળી અસર પડશે . તે ઘરથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે , ચીડિયું બનશે અને શિસ્તના પ્રશ્નો ઊભા કરશે . જેના કારણે તેના માનસિક વિકાસ પર અવળી અસર પડશે . તેથી જ કહેવાય છે કે હંમેશાં ખુશ રહો અને લોકોને ખુશ રાખો .

2.2.3 બાહ્ય વાતાવરણ : 


આબોહવા , ભૌગોલિક પરિસ્થિતિ , ભૌતિક બાબતો , રહેણાંકનો વિસ્તાર વગેરેનો સમાવેશ બાહ્ય વાતાવરણમાં થાય છે . વ્યક્તિ જે પ્રકારની આબોહવામાં રહેતી હશે તે પ્રકારનો ખોરાક લેશે . ખોરાક વ્યક્તિના વિકાસ ૫૨ અસર કરનાર જબરદસ્ત પરિબળ છે . પૂરતો અને પૌષ્ટિક આહાર વ્યક્તિના સમતુલિત વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે . આહ્લાદક વાતાવરણ અને આરામદાયક ભૌતિક સગવડો થાકને ટાળે છે અને વ્યક્તિને હંમેશાં સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે . જેના કારણે વ્યક્તિનો સંતુલિત વિકાસ થઈ શકે છે . આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ શરીરના બંધારણ અને સ્વાસ્થ્ય પર અસર કરે છે . તેથી જ ગ૨મ પ્રદેશના લોકો કરતા સમશીતોષ્ણ આબોહવાવાળા પ્રદેશના લોકો વધુ ઉષ્મીય જોવા મળે છે . 

2.2.4 રામાજિક વાતાવરણ : 


વ્યક્તિ જે સમાજમાં રહે છે તે સમાજના લક્ષણો તેનામાં જોઈ શકાય છે . વ્યક્તિના પહેરવેશ , વ્યવહાર , શિક્ષણ , વ્યવસાય વગેરે પર તેના સમાજની અસ૨ જોવા મળે છે . શિક્ષિત સામાજિક વાતાવરણમાં રહેનાર વ્યક્તિનો માનસિક વિકાસ અશિક્ષિત વાતાવરણમાં રહેતાં લોકો કરતાં વધુ હશે . વ્યક્તિ સમાજ સાથે આંતરક્રિયા કરીને પોતાના લક્ષણો અને વ્યક્તિત્વને યોગ્ય ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે . જે તેના વિકાસની દિશા અને પ્રમાણ નક્કી ક૨વામાં અગત્યનો ભાગ ભજવે છે . જે તે સામાજિક પરિસ્થિતિમાં ટકી રહેવા માટે કે પ્રેરક ઉદાહરણ પૂરું પાડવા માટે સમાજ સ્વીકૃત રીતે તેને પોતાનો વિકાસ સાધવો પડે છે . તેથી કહી શકાય કે વ્યક્તિના વિકાસ પર તેના સમાજનું વાતાવ૨ણ અસર કરે છે .

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...