" Education is a process in which and by which knowledge , character and behaviour of a person are moulded . " White Head
બાળકમાં ઉપરોક્ત પરિવર્તનો તેની જીવનયાત્રા દરમિયાન કેળવણીની પ્રક્રિયા દ્વારા આવે છે . તેમાં અનેક પરિમાણો મહત્ત્વનો ભાગ ભજવે છે . તેનાં વર્તન ઉપર વિવિધ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ પરિબળોની અસરને લીધે તેના વર્તનનું ઘડતર થાય છે . તેથી જ કેળવણીની વ્યાખ્યા આપતાં એક કેળવણીકારે કહ્યું છે ,
" Education , in the oldest sense , includes all tho influences which act upon an individual during his passage from cradle to the grave . " - Dunville
બાળકના જન્મથી મૃત્યુ સુધી વિવિધ પરિબળો અસર કરે છે , તેને લીધે તેના વર્તનમાં પરિવર્તનો આવે છે . આથી કેળવણી પામનાર બાળકના વર્તનનો અને તે વર્તન પર અસર કરતાં પરિબળોનો અભ્યાસ કરવો અનિવાર્ય બન્યો છે . બાળકના વર્તનનો અભ્યાસ કરનારું શાસ્ત્ર એ મનોવિજ્ઞાન છે . આથી મનોવિજ્ઞાન અને ખાસ કરીને બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ બાળકના સર્વાગીણ ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
2. મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના
( Meaning and Concept of Psychology ) :
મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી ( IPsychology ) કહેવામાં આવે છે . આ શબ્દ સાયકો ( Psycho ) અને લોગોસ ( Logos ) નો બનેલો છે . સાયકો એટલે આત્મા અને લોગોસ એટલે શાસ્ત્ર . આમ પહેલાંના વખતમાં મનોવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન એવો અર્થ કરવામાં આવતો હતો . પહેલાંના તત્ત્વચિંતકો આત્માના સ્વરૂપને ચિંતન દ્વારા જાણવાનો પ્રયાસ કરતા . પરંતુ સમયના પ્રવાહ સાથે માનવજીવનના પ્રવાહો અને દષ્ટિકોણો બદલાતાં મનોવિજ્ઞાનના તાત્ત્વિક અર્થમાં પણ પરિવર્તનો થયાં . મનોવિજ્ઞાનની પરિભાષામાં કાળક્રમે થયેલાં પરિવર્તનો કેવી રીતે થયાં તે જોઈશું.
1.મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન છે : પ્રાચીન સર્જયમાં મનોવિજ્ઞાનને ધ્વનિશાસ્ત્રની એક શાખા તરીકે માનવામાં આવતું . મનોવિજ્ઞાનમાં મન અને માનસિક પ્રક્રિયાઓનું અધ્યયન કરવાનું હોવાથી તે ધ્વનિશાસ્ત્રનું અવિચ્છિન્ન અંગ મનાતું . ઇ.સ. ની સોળમી સદી સુધી મનોવિજ્ઞાન એ આત્માના વિજ્ઞાન ( science of soul ) તરીકે ઓળખાતું . આત્માના સ્વરૂપ અને અર્થ વિશે વિદ્વાનોમાં અનેક મતભેદો પ્રવર્તે છે . આત્માની પરિભાષા નિશ્ચિત નથી . આથી મનોવિજ્ઞાનની પરિભાષામાં પરિવર્તન આવ્યું .
2. મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે : આત્માની ચોક્કસ પરિભાષા નિશ્ચિત ન થઇ શકતાં , મનોવિજ્ઞાનીઓએ માનવ મનને મહત્ત્વ આપ્યું . માનવ મન તેનાં વર્તનનું પ્રેરકબળ છે , તેમ મનોવિજ્ઞાનીઓ માનવા લાગ્યા . માનવ મનનો અભ્યાસ કરી શકાય છે , તેવું મનાવા લાગ્યું . પરંતુ મનોવિજ્ઞાનીઓ મનના સ્વરૂપ , માનસિક પ્રવૃત્તિઓ અને માનસિક પ્રક્રિયાઓ વિશે ચોકસાઇપૂર્વક કશું નિર્ધારિત કરી શક્યા નહીં . આથી મનના જટિલ સ્વરૂપ અને માનસિક પ્રવૃત્તિઓ અને માનસિક ક્રિયાઓની સંકુલતાને લીધે તેને મનનું વિજ્ઞાન માનવું એ ઉચિત ગણાયું નહિ .
3. મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે : ઓગણીસમી સદીના મનોવિજ્ઞાનીઓના મંતવ્ય અનુસાર , મનોવિજ્ઞાન મનુષ્યની ચેતન ક્રિયાઓનું અધ્યયન કરે છે . તેઓ એમ માનતા કે , ચેતના માનવ વર્તનનું પ્રેરક પરિબળ છે . પરંતુ , ચેતનાની પરિભાષા પણ નિશ્ચિત થઈ શકી નથી . વિદ્વાનોના મત અનુસાર , ચેતન મન , અચેતન મન અને અર્ધચેતન મન પણ હોય છે , જે મનુષ્યના વર્તન પર અસર કરે છે . આથી ચેતનાનો અર્થ દ્વિધામાં પરિણમતાં મનોવિજ્ઞાનની આ પરિભાષા પણ સર્વમાન્ય થઈ શકી નહીં .
4. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે : વીસમી સદીમાં મનોવિજ્ઞાનની તલસ્પર્શી વિચારણા અને અધ્યયનને પરિણામે મનોવિજ્ઞાનની પરિભાષાને એક નૂતન પરિમાણ પ્રાપ્ત થયું . મનોવિજ્ઞાનના અભ્યાસીઓ મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન માનવા લાગ્યા . મનોવિજ્ઞાન મનુષ્યના વ્યવહારનું , તેનાં વર્તનનું અધ્યયન કરે છે , તેવું આધુનિક મનોવિજ્ઞાનીઓ માને છે . તેથી
મનોવિજ્ઞાનને એ વર્તનનું શાસ્ત્ર ( Science of behaviour ) કહેવામાં આવે છે . મનોવિજ્ઞાનની પ્રસ્તુત પરિભાષા સામાન્યતઃ સૌ શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓમાં હવે સર્વસ્વીકૃત બનવા લાગી છે .
પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીની મનોવિજ્ઞાનની વિકાસગાત્રામાં વિવિધ પરિવર્તનો આવ્યાં છે . મનોવિજ્ઞાની વઝવર્થે મનોવિજ્ઞાનનું ચિત્ર અંકિત કરતાં લખ્યું છે ,
" First psychology lost its soul , then it lost its mind , , then it lost its consciousness , and still it has behaviour of sort " . - Woodsworth
આમ , મનોવિજ્ઞાને પ્રથમ આત્મા ગુમાવ્યો , ત્યારબાદ મન અને ચેતના લુપ્ત થયાં અને છેલ્લે હવે વર્તન બાકી રહ્યું છે . મનોવિજ્ઞાન વિશે વિવિધ ચિંતકોએ પોતાની પરિભાષા અને વ્યાખ્યાઓ પ્રયોજી છે .
મનોવિજ્ઞાન માનવવર્તન અને અનુભવનું વિજ્ઞાન છે . '
' Psychology is the science of behaviour and experience ” - Skinner
મનોવિજ્ઞાન માનવ – વ્યવહાર અને માનવ સંબંધોનું અધ્યયન છે .
Psychology is the study of human behaviour and human relationships . - Crow and Crow
મનોવિજ્ઞાનનો સંબંધ પ્રત્યક્ષ માનવ વર્તન સાથે છે .
Psychology is concerned with observable human behaviour . - Garrison and others
મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં વ્યક્તિની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે .
' Psychology is the scientific study of the activities of individual in relation to the environment . ' - Woodsworth
મનોવિજ્ઞાન એ એવું શુદ્ધ વિજ્ઞાન છે કે જે માનવ અને પશુના એવા વર્તનનો અભ્યાસ કરે છે કે જે વર્તન તેમના આંતરિક મનોભાવો તથા વિચારોની અભિવ્યક્તિ કરે છે , જેને આપણે માનસિક જગત કહીએ છીએ .
Psychology is such is a pure science which studies the behaviour of men and animals , so far that behaviour is regarded as an expression of their inner life of thought and feeling which are called mental life .- James Drever
શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના
( Meaning and Concept of Educational Psychology ) :
શૈક્ષણિક માનસશાસ્ત્ર માનસશાસ્ત્રની એક શાખા છે . તે સામાન્ય માનસશાસ્ત્ર તેને સ્વતંત્ર દષ્ટિબિંદુ અને અભ્યાસનું ક્ષેત્ર છે . શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશિષ્ટ શૈક્ષણિક વાતાવરણમાં થતા પ્રતિભાવોનો અભ્યાસ કરે છે .
શાળામાં તેમ જ શાળા બહાર વ્યક્તિ તેનાં દરેક અનુભવને આધારે કંઈક શીખે છે . માનવપ્રાણી આ અનુભવોથી કેળવાય છે . તેથી શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કેન્દ્ર માનવની શૈક્ષણિક પરિસ્થિતિમાં શિક્ષણપ્રાપ્તિ બને છે . તેથી ,
'' Educational psychology describes and explains the learning experiences of individual from birth to old age . ’ - Crow and Crow 1983
સ્કિનરના મંતવ્ય મુજબ , શૈક્ષણિક પરિસ્થિતિમાં શૈક્ષણિક અનુભવો અને વર્તનના સંદર્ભમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન તેનાં નિષ્કર્ષોનો વિનિયોગ કરે છે.
' Educational psychology utilises those findings that deal specifically with experiences and behaviour of human beings in educational situations . - Skinner
સામાન્ય માનસશાસ્ત્ર પરિપક્વતા અને વિકાસ પ્રમાણે શીખવાની પ્રક્રિયા કેવી રીતે આકાર પામે છે , તે સમજાવે છે , શું શીખવું જોઈએ , તે શિક્ષણશાસ્ત્ર નક્કી કરે છે . પરંતુ , શા માટે અને ક્યારે શીખવું - શીખવવું જોઈએ તે શૈક્ષણિક માનસશાસ્ત્ર નક્કી કરે છે . તે વિજ્ઞાન તરીકે વર્ગ અને વર્ગ બહારની પરિસ્થિતિઓનો અભ્યાસ કરે છે . તેને પરિણામે તે શિક્ષણ - પરીક્ષણની અને વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારની નવી ક્ષિતિજો વિકસાવે છે .
શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્યત્વે સામાજિક પ્રક્રિયાથી પરિમાર્જિત અને પ્રેરિત માનવવ્યવહારનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે .
' Educational psychology is concerned primarily with the study of human behaviour as it changed or directed under the social process of education . ' - Noll and others
ઉપર્યુક્ત વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે કે , શૈક્ષણિક મનોવિજ્ઞાન માનવીનાં વર્તનનો , અધ્યયનનો અને માનવ પ્રતિચારોનો અભ્યાસ કરે છે . જુદી જુદી વિકાસની અવસ્થાઓમાં વ્યક્તિમાં થતાં પરિવર્તનોને સમજાવતું શાસ્ત્ર છે . શિક્ષણના સંદર્ભમાં વિદ્યાર્થીની મનોભૂમિકાને સમજવા અને તેનાં વર્તન અને તેમાંથી ઉદ્ભવતી સમસ્યાઓને સમજવામાં સહાયક નીવડે છે .
4 . શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર
( Scope of Educational Psychology ) :
શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે નીચેના ઘટકોનો સમાવેશ થાય છે .
[ 1 ] અધ્યેતા [ Learner ] .
[ 2 ] શિક્ષક [ Teacher ] .
[ 3 ] અધ્યયન અનુભવો [ Learning Experience ]
[ 4 ] અધ્યયન પ્રક્રિયા [ Learning Process ]
[ 5 ] અધ્યયન પરિસ્થિતિ [ Learning Situation ]
[ 6 ] મૂલ્યાંકન [ Evaluation ]
સમજૂતી :
[ 1 ] અધ્યેતા [ Learner ] :
શિક્ષણ પ્રક્રિયાના કેન્દ્રમાં અધ્યતા રહેલો છે . સામાન્ય રીતે શિક્ષણ તેને થતા તમામ પ્રયોગો , પરિવર્તનો પાછળ રહેલો મુખ્ય હેતુ અધ્યેતાના વર્તનમાં પરિવર્તન લાવવાનો છે . શૈક્ષણિક મનોવિજ્ઞાન અધ્યેતાના વર્તન અંગે અનુમાન કરે છે . પ્રત્યેક અધ્યેતાની શક્યતાઓ અને નબળાઈઓ જાણ્યા સિવાય તેને અસરકારક શિક્ષણ આપી શકાય નહિ . શૈક્ષણિક મનોવિજ્ઞાન થકી વિદ્યાર્થીની શક્તિઓ , મર્યાદાઓ , વલણ , બુદ્ધિ , તર્કશક્તિ , વિચારશક્તિ , કલ્પનાશક્તિ , સર્જનશક્તિ , શારીરિક વિકાસ , માનસિક વિકાસ વગેરેનો અભ્યાસ કરી ચોક્કસ પરિસ્થિતિમાં તેઓના વર્તનોનું અનુમાન કરી શકાય છે . - અધ્યતાને જો અભ્યાસને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું હોય તો તેમના એ વ્યક્તિગત તફાવતોને જાણીને તેમના વર્તનમાં જરૂરી બદલાવના ઉપયોગ દ્વારા શક્ય બને છે .
[ 2 ] . શિક્ષક [ Teacher ] :
વર્ગખંડમાં આવનાર તમામ અધ્યેતાઓમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે . એટલે કે , પ્રત્યેક અધ્યેતાના રહેણાંક વિસ્તાર , પરિસ્થિતિ , વાતાવરણ , ક્ષમતાઓ , મર્યાદાઓ- આ તમામ બાબતોમાં ભિન્નતા જોવા મળે છે . આવા સમયે શિક્ષણનું કાર્ય ખૂબ અઘરું બની જાય છે . ક્યારે , કયા બાળકને , ક્યા પ્રકારનું શિક્ષણ આપવું તે બાબત શૈક્ષણિક મનોવિજ્ઞાનના આધારે વિચારી શકાય , શિક્ષણ આપતાં પૂર્વે સમગ્ર શિક્ષણ કાર્યનું આયોજન કરવા શિક્ષકે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો સહારો લેવો પડે છે .
[ 3 ] અધ્યયન અનુભવો [ Learning Experience ] :
અધ્યયન - અધ્યાપન પ્રક્રિયાનો મુખ્ય હેતુ અધ્યેતાને વિવિધ અધ્યયન અનુભવો પૂરા પાડવાનો છે . આ અનુભવો પૂરા પાડવાથી અધ્યેતાના વર્તનમાં જરૂરી પરિવર્તન કાર લાવવું શક્ય બને છે . સામાન્ય રીતે વર્ગખંડમાં આંવતા વિદ્યાર્થીઓમાં ' વિવિધતા હોય છે . તેથી શૈક્ષણિક મનોવિજ્ઞાનને ધ્યાનમાં લેતાં અધ્યેતાઓને તેમની ક્ષમતાઓ અને મર્યાદાઓ ધ્યાનમાં રાખી જુદા જુદા અધ્યયન ટા અનુભવો પૂરા પાડવા જોઈએ . જો તમામ અધ્યેતાઓને સમાન પ્રકારના અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે તો અસરકારક પરિણામ મળતું નથી . અધ્યેતાઓમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવો હોય તો પણ તેમને જુદા જુદા અધ્યયન અનુભવો પૂરા પાડવા જરૂરી છે . શૈક્ષણિક મનોવિજ્ઞાનના ઉપયોગ દ્વારા અધ્યેતાઓના વ્યક્તિગત તફાવતો ઓળખી શકાય છે . તેમ જ અધ્યેતાઓને વિવિધ પ્રકારના અનુભવો પણ પૂરા પાડી શકાય છે અને જો અધ્યેતાને અનુભવો પૂરા પાડવામાં આવે તો અધ્યેતાનો સર્વાગી વિકાસ પણ કરી શકાય છે .
[ 4 ] અધ્યયન પ્રક્રિયા [ Learning Process ] :
અધ્યેતાની શીખવાની પ્રક્રિયાને અધ્યયન પ્રક્રિયા કહી શકાય છે . સામાન્ય રીતે દરેક અધ્યેતાની અધ્યયન કરવાની રીત અલગ - અલગ હોય છે . તેમાં સમાનતા જોવા મળતી નથી . અધ્યેતાને અધ્યયન માટેના વિવિધ અનુભવો તેમ જ પ્રેરણા શિક્ષક દ્વારા આપવામાં આવે છે . તમામ અનુભવો મળ્યા બાદ તે અધ્યયન પ્રક્રિયા કરે છે . આ અધ્યયન પ્રક્રિયા વધુ અસરકારક બને તેવા પ્રયત્નો શૈક્ષણિક મનોવિજ્ઞાનના ઉપયોગ દ્વારા શક્ય બને છે .
[ 5 ] અધ્યયન પરિસ્થિતિ [ Learning situation ] :
જો અધ્યેતાને અધ્યયન માટે યોગ્ય પરિસ્થિતિ ન આપવામાં આવે તો તે અસરકારક અધ્યયન કરી શકતો નથી . એટલે કે યોગ્ય વાતાવરણમાં જ અધ્યયન શક્ય બને છે . યોગ્ય અધ્યયન પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન ઉપયોગી છે . સમગ્ર અધ્યયન - અધ્યાપન પ્રક્રિયાના આધારે શૈક્ષણિક મનોવિજ્ઞાનના અધ્યયન પરિસ્થિતિના સંદર્ભમાં દિશાસૂચન કરે છે . ઉત્તમ અધ્યયન પરિસ્થિતિના નિર્માણ માટે અધ્યયન પર અસર કરતાં પરિબળો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે .
[ 6 ] મૂલ્યાંકન [ Evaluation ] વિઘાર્થીઓને શીખવવામાં આવેલ વિષયવસ્તુ તેમણે કેટલા પ્રમાણમાં ગ્રહણ કર્યું , તે જાણવા માટે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવામાં આવે છે . મૂલ્યાંકન કરવા માટેની અનેક પદ્ધતિઓ છે . તે પૈકી કઈ પદ્ધતિથી , કયા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું , તે શૈક્ષણિક મનોવિજ્ઞાનના આધારે નક્કી કરી શકાય છે . જો યોગ્ય પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં ન આવે તો સાચું મૂલ્યાંકન થતું નથી . વ્યક્તિગત તફાવત ધરાવતા બાળકોના વર્ગખંડમાં અસરકારક મૂલ્યાંકન એ એક પડકાર છે અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના સહારે આ પડકારને ઝીલી શકાય છે .
5. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્ત્વ
( Significance of Educational Psychology ) :
એક સમય એવો હતો કે , કેળવણી વિષયપ્રધાન હતી . વિષયોના ભાર નીચે દબાયેલા બાળકના આત્માનું અવિરત ઇંદન કેળવણીકારોના કાને અથડાતું નહોતું . તે સમયે એમ મનાતું કે , ગણિતશાસ્ત્ર અને વ્યાકરણ જેવા વિષયો દ્વારા બાળકોને કેળવી શકાય છે , પરંતુ સમયના પ્રવાહની સાથે બદલાતાં જીવનમૂલ્યોએ કેળવણીકારોનું ધ્યાન બાળક પર કેન્દ્રિત કર્યું છે . બાળક એ માત્ર માટીનો પિંડ નથી . તે સજીવ છે . તેનાં અસ્તિત્વ અને અસ્મિતાનો સ્વીકાર થયો . એટલે શિક્ષણ મહાવર્તુળનું કેન્દ્ર બાળક બન્યું . નૂતન શિક્ષણની સંકલ્પનામાં શિક્ષણને સહિયારું સાહસ ( Co operative enterprize ) ગણવામાં આવે છે . બાળક એ માત્ર નિષ્ક્રિય શ્રોતા નથી , પણ શિક્ષણની પ્રક્રિયાનો , સક્રિયતાનો સક્રિય ભોકતા ને પરમ ઉપાસક છે .
[ 1 ] બાળકની ઓળખ :
મનોવિજ્ઞાનના અભ્યાસથી શિક્ષક બાળકને ઓળખી શકે છે . પ્રત્યેક બાળકને પોતાનું નિરાળું વ્યક્તિત્વ હોય છે . તેની પોતાની આવડતો – મર્યાદાઓ હોય છે . બાળકને પોતાનાં આગવાં રસ , રુચિ , વલણો ને અભિયોગ્યતાઓ હોય છે . બાળક સ્વયં શિક્ષક માટે એક મહાગ્રંથ બની જાય છે . રુસોએ કહ્યું છે તેમ ,
' Child is the book the teacher has to read from page to page . '
આમ , બાળકના સ્વભાવની રહસ્યરંગી લીલાઓ , તેની સ્વભાવગત ખાસિયતો વગેરેનું જ્ઞાન હોવું શિક્ષક માટે આવશ્યક છે . એટલે જ ,
[ 2 ] શિક્ષણ પદ્ધતિઓનું નિર્ધારણ :
શિક્ષણની સફળતાનો આધાર શિક્ષકના વિષયના નૈપુણ્ય પર માત્ર નથી . વિષયના નૈપુણ્ય ઉપરાંત બાળકોના વિકાસના તબક્કાઓનું જ્ઞાન , તે વિકાસ અનુસાર બાળકોનાં રસ , રુચિ , વલણોમાં આવતાં પરિવર્તનોનું જ્ઞાન અને બાળકના વ્યક્તિત્વ પર પડતી વારસા અને વાતાવરણની અસરોનું જ્ઞાન શિક્ષણ માટે આવશ્યક છે . આવા જ્ઞાનથી શિક્ષક બાળકોની વૈયક્તિક વિભિન્નતાઓ અનુસાર , શિક્ષણ પદ્ધતિઓનું આયોજન કરવા માટે પ્રેરાય છે , શિક્ષણ પદ્ધતિઓની અસરકારકતાને અને શિક્ષણને સફળ બનાવે છે .
[ 3 ] શિક્ષણનું આયોજન :
મનોવિજ્ઞાનના અભ્યાસથી શિક્ષક બાળકના મનોવિકાસના તબક્કાઓ જાણી શકે છે . બાળકનાં રસ અને વલણો મનોવિકાસના જુદા જુદા તબક્કાઓમાં પરિવર્તન પામતાં રહે છે . જુદા જુદા તબક્કાઓમાં બાળકનો વિશિષ્ટ મનોવિકાસ થાય છે . આ તબક્કાઓની વિશિષ્ટ જરૂરિયાતો છે . આ બધાનું જ્ઞાન શિક્ષકને તેને શિક્ષણના આયોજનમાં સહાયભૂત નીવડે છે .
[ 4 ] વ્યકિતગત તફાવતો અનુસાર શિક્ષણ :
શિક્ષકની પાસે ઘણાં બાળકો શિક્ષણ લેવા આવે છે . આ બાળકોમાં વૈયક્તિક વિભિન્નતાઓ હોય છે . આવી વિભિન્નતાઓને કારણે બધાં જ બાળકોને એક જ પ્રકારનું એક જ પદ્ધતિએ શિક્ષણ આપી શકાય નહિ , તેમ જ શિક્ષણમાં દરેક બાળક પાસે સરખી પ્રગતિની , આશા રાખી શકાશે નહિ . મનોવિજ્ઞાનનો અભ્યાસ શિક્ષકને આ સત્યો સમજવામાં સહાયભૂત થશે . એટલું જ નહિ , પણ પ્રત્યેક બાળકના વ્યક્તિત્વનું સન્માન કરવા પ્રેરશે . બાળકોમાં કેટલાંક શરમાળ અથવા તો કેટલાંક બાળકો તોફાની હોય છે . કેટલાંક અંતર્મુખી અને કેટલાંક બહિર્મુખી બાળકો હોય છે . આવાં સૌ બાળકોને સમજવામાં મનોવિજ્ઞાન શિક્ષકને સહાય કરે છે .
[ 5 ] આનુવાંશિક વારસાની સમજ :
બાળક જન્મે છે ત્યારે તે તેના જન્મ સાથે કેટલીક શક્તિઓ તેમ જ બીજો કેટલોક વારસો લઈને જન્મે છે . આ વારસો તેના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે . આ વારસો બાળકને કેવળ તેનાં મા - બાપ પાસેથી જ નહિ પણ બંને પક્ષોના પૂર્વજો પાસેથી મળે છે . આ વારસાનું જ્ઞાન બાળકને સમજવામાં અને શિક્ષણ આપવામાં શિક્ષકને ઉપયોગી નીવડે છે .
[ 6 ] . વિાતાવરણની અસરોનો અભ્યાસ :
મનોવિજ્ઞાનનો અભ્યાસ શિક્ષકને બાળક પર વારસા ઉપરાંત વાતાવણની અસરો કેવી રીતે થાય છે તે જાણવા ઉપયોગી થઈ પડે છે . બાળકના વ્યક્તિત્વ પર વારસાજન્ય અસરો ઉપરાંત વાતાવરણજન્ય અસરો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે .
[ 7 ] અનુકૂલન અને શિસ્તના પ્રશ્નોની સમજ
અનુકૂલન એટલે વ્યક્તિનો પરિસ્થિતિ અથવા વાતાવરણ સાથે સુમેળ . દરેક વ્યક્તિ દરેક સમયે દરેક વાતાવરણમાં અનુકૂલન સાધી શકતી નથી . શિક્ષક પાસે અનેક બાળકો અભ્યાસ કરવા આવે છે . બાળકોની જુદી જુદી વારસાગત વાતાવરણજન્ય ભૂમિકાઓ હોય છે . આથી આવાં બાળકો વર્ગમાં હંમેશાં અનુકૂલન સાધી . શકતાં નથી . કુશળ શિક્ષક બાળકની આ ભૂમિકાઓ સમજીને અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓનું આયોજન કરે છે . વર્ગમાં અનુકૂલન નહિ સાધી શકતાં બાળકો ગેરશિસ્તના પ્રશ્નોને ઊભા કરવા પ્રેરાય છે . શિક્ષક વાતાવરણની અને બાળકની જરૂરિયાતોના સંદર્ભમાં આ પ્રશ્નોને માનસશાસ્ત્રની મદદથી ઉકેલવા પ્રયાસ કરે છે .
[ 8 ] તંદુરસ્ત સંબંધોનો વિકાસ :
મનોવિજ્ઞાનના જ્ઞાનના આધારે શિક્ષક બાળકની સાથે આત્મિયતાભર્યા સુરુચિપૂર્ણ સંબંધો વિકસાવે છે . બાળકોની સાથે સ્નેહનો સેતુ જોડે છે . તે બાળકને પિતાનો પ્યાર અને માતાની મમતા પૂરી પાડે છે . માનસશાસ્ત્રનો અભ્યાસ શિક્ષકને બાળકો સાથેના સંબંધો વિકસાવવામાં તેમજ બાળકના ચારિત્ર્ય ઘડતરમાં અન્ય બાળકો જે રીતે ભાગ ભજવે છે , તેમનો સહકાર સ્થાપિત કરવામાં અગત્યનો ભાગ ભજવે કરી રહી છે . બાળકોને જવાબદારીભર્યા કાર્યો આપી શિક્ષક તેમના જૂથ – સંબંધો વિકસાવે છે .
[ 9 ] વિદ્યાર્થીનું મૂલ્યાંકન ( evaluation ) :
શિક્ષક પોતાની તેમ જ વિદ્યાર્થીની સફળતા - નિષ્ફળતાનું જ્ઞાન મનોવિજ્ઞાનના અભ્યાસથી મેળવી શકાય છે . શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિ - વર્તનનું માપ પણ મનોવિજ્ઞાનના અભ્યાસથી કાઢી શકે છે .
[ 10 ] પોતાની જાતની ઓળખ :
મનોવિજ્ઞાનનો જાણકાર શિક્ષક આત્મઓળખ કરી શકે છે . તેને પોતાની મહત્તાઓ અને મર્યાદાઓનું જ્ઞાન થાય છે . શિક્ષણ આપતી વખતે પોતાની શક્તિઓ , મર્યાદાઓ તેમ જ ખામીઓથી તે પરિચિત થાય છે . એટલું જ નહિ , પણ શિક્ષક એ બાળકોની પ્રેરણાની આઘગંગોત્રી હોવાથી તે આચાર - વિચારના રહસ્યોનું જ્ઞાન મેળવી આદર્શ શિક્ષક અને વ્યક્તિ બનવા પ્રયાસ કરે છે . મનોવિજ્ઞાનના જ્ઞાનથી શિક્ષક પોતાની શક્તિઓનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરી પોતાની ત્રુટિઓને દૂર કરી ઉત્તમ અનુકૂલન સાધવા પ્રયત્ન કરે છે . આથી વર્ગખંડની અનેક સમસ્યાઓ તે હલ કરી શકે છે .
આમ , શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ શિક્ષકને તેની શિક્ષણયાત્રામાં સહાયક નીવડે છે . બાળકની વિકાસયાત્રાની વણથંભી વણઝારને યોગ્ય મંઝિલે પહોંચાડવા મનોવિજ્ઞાન તેને માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે . વિકાસની યાત્રા એ પ્રભુના પયંગબર સમા બાળકોના ઘડતરમાં મનોવિજ્ઞાનનો અભ્યાસી શિક્ષક જ અનન્ય ફાળો આપે છે . તે માટે શિક્ષકે તેના વ્યક્તિત્વના કેટલાક ઉત્તમ અને ઉચ્ચતર ગુણો કેળવવા જોઈએ .
શિક્ષક માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનની ઉપયોગિતા દર્શાવતાં સ્કિનર કહે છે કે ,
શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષકોને તૈયાર કરવાની આધારશિલા છે .
" Educational psychology is the foundation stone in the preparation of teachers . " Skinner
આ ઉપરથી કહી શકાય કે , શિક્ષકની સફળતાનો આધાર મનોવિજ્ઞાનનું જ્ઞાન છે . શિક્ષકોને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવામાં અને તેમને જવાબદારીઓથી સભાન કરવામાં શૈક્ષણિક મનોવિજ્ઞાન મહત્ત્વનો ભાગ ભજવે છે . તેને વિદ્યાર્થીઓની અને વર્ગખંડની સમસ્યાઓ સમજવામાં અને તેને સુલઝાવવામાં તેને માર્ગદર્શન પૂરું પાડે છે . આમ શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષકને શિક્ષણની સંકલ્પનાઓ અને શિક્ષણના સિદ્ધાંતોથી અવગત કરાવીને તેને પ્રગતિને પંથે પ્રયાણ કરવા પ્રેરે છે .
" Psychology contributes to the development of the teacher providing him with a set of concepts and principles . " - Kuppauswamy .
Post a Comment