ઉચ્ચારણની પ્રક્રિયાનાં વિવિધ અંગો :
ઉચ્ચારણ - બોલવામાં જીભ એક અંગ નથી તેની સાથે અન્ય અંગો પણ સામેલ છે અને તેઓ પણ અલગ અલગ કાર્ય કરે છે , જે નીચે મુજબ છે .
( 1 ) ફેફસાંઃ ફેફસાંનું કાર્ય ધમણ જેવું છે . જે અવાજ ઉત્પન્ન કરવા માટે હવા પૂરી એ પાડે છે .
( 2 ) શ્વાસનળી : શ્વાસનળી વાટે ફેફસાંમાંથી હવા સ્વરપેટી સુધી પહોંચે છે . તે હવાને એક સ્થાનથી બીજા સ્થાને પહોંચાડવાનું કામ કરે છે .
( ૩ ) સ્વરપેટી : જેને અંગ્રેજીમાં Larynx- લેરિંક્સ કહેવામાં આવે છે . શ્વાસનળીમાં સૌથી ઉપરના સ્નાયુ આજે નાદતંત્રીઓની વચ્ચેની જગ્યાને કંદમૂળ કહે છે . આ સમગ્ર અવયવોના સમૂહને સ્વરપેટી તરીકે ઓળખવામાં આવે છે જેને સ્વરયંત્ર પણ કહેવામાં આવે છે .
( 4 ) નાદતંત્રીઓ : નાદતંત્રીઓ સ્વરપેટીનો જ એક ભાગ છે પણ ધ્વનિ ઉત્પન્ન કરવામાં તેનું મહત્ત્વનું કામ કરે છે . નાદતંત્રીઓથી જુદાંજુદાં ધ્વનિઓ ઉત્પન્ન થાય છે .
( 5 ) પડજીભ ( Uvala ) : મુખમાંથી હવા બહાર નીકળે કે નાસિકામાંથી હવા નીકળે ત્યારે જુદાં જુદાં ધ્વનિઓ સંભળાય છે . તેનું કારણ પડજીભછે . પડજીભ શિથિલ બનીને મુખમાંથી હવાને નીકળવાનો માર્ગ બંધ કરે ત્યારે તે નાકમાંથી નીકળે છે .
( 6 ) તાળવું : જીભની ઉપરના ભાગને એટલે કે દાંતથી પડજીભ સુધીની દીવાલને તાળવું કહે છે , જીભ તાળવાના જુદાં જુદાં ભાગો સાથે સ્પર્શ કરે ત્યારે જુદાંજુદાં ધ્વનિઓ ઉત્પન્ન થાય છે .
( 7 ) જીભ : જીભનો અગ્ર ભાગ દાંત , પેઢાં , કઠોર તાલુ અને કોમળ તાલુને સ્પર્શીને 193 કે તેની સાથે સંઘર્ષ કરીને જુદાં જુદાં ધ્વનિઓ ઉત્પન્ન કરે છે .
( 8 ) દાંત : હવા મુખમાંથી બહાર નીકળે અને જીભનો અગ્ર ભાગ દાંતને સ્પર્શ કરે ત્યારે દંત્ય ધ્વનિઓ ઉત્પન્ન થાય છે . નીચેના દાંત કરતાં ઉપરના દાંતનું કામ ધ્વનિ પેદા કરવા માટે મહત્ત્વનું છે .
( 9 ) હોઠ : ઉચ્ચારણ કરતાં હોઠ બિડાઈ જાય છે અને પછી હવા બહાર નીકળે છે ત્યારે ઔષ્ઠય વર્ણો ઉચ્ચારાય છે . જેવાં કે પ્ , ફ્ , બ્ , ભ્ , મ્ .
આકૃતિ જોતાં જણાશે કે ફેફસાંમાંથી નીકળેલી હવા , શ્વાસનળી દ્વારા નાંદતંત્રીઓ પર આવે છે . આ નાંદતંત્રીઓ પર સૌ પ્રથમ ફેફસાંમાંથી નીકળેલી હવા અવરોધાય છે , ઘર્ષણ પામે છે . આમ , ઉચ્ચારણની દષ્ટિએ નાદતંત્રીઓ સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે . નાંદતંત્રીઓ જો બંધ રહે તો ફેફસામાંથી હવા બહાર નીકળી જન શકે , અને બહારની હવા અંદર પણ ન જઈ શકે , પરિણામે ઉચ્ચારણની કોઈ શક્યતા જ ન રહે . આમ , નાદતંત્રીઓ ઉચ્ચારણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે . અહીં આપેલી આકૃતિ જુઓ . ફેફસાંમાંથી આવતી હવાના માર્ગમાં સૌ પ્રથમ જે અવયવ આવે છે તેને ‘ નાદતંત્રીઓ ' કહેવામાં આવે છે . ( આપણા ગળામાં જે હૈડિયા છે એની અંદરનો ભાગ ) આ નાદતંત્રીઓ સ્નાયુના બનેલા બે પટ્ટાઓ છે . એ કાં તો તંગ એટલે કે ખેંચાયેલા હોય યા તો છૂટાં એટલે કે ઢીલા હોય . છૂટાં હોય ત્યારે હવા ઘસાયા વિના પસાર થઈ જાય . નાદતંત્રની આવી શિથિલ અવસ્થાને
નિષ્કપ કહેવાય . નાદતંત્રીઓ તંગ હોય તો હવા ઘસાય- આંદોલિત થાય , આવી અવસ્થાને સંકેત કહેવાય .
અઘોષ ધ્વનિ : નિષ્કંપ અવસ્થા વખતે થતા ધ્વનિને અઘોષ કહેવાય . ક - ખ - ચ - છ ટ - 6 - ત - થ - પ - ફ વગેરે વર્ણો અઘોષ છે .
ઘોષ ધ્વનિ : સકેત અવસ્થા વખતે થતા ધ્વનિને ઘોષ કહેવાય . ગ - ઘ - જ - ઝ - ડ - ઢ દ - ધ -બ - ભ વગેરે અને બધા જ સ્વરો ઘોષ છે . હૈડિયા પર આંગળી મૂકવાથી કે બંને કાનમાં આંગળીઓ નાખી ગ - ધ વગેરે બોલશો તો ઘોષત્વનો રણકાર સંભળાશે .
હવા નાદતંત્રીઓમાંથી પસાર થાય પછી બહાર નીકળવાનો બે માર્ગો એની સામે હોય છે . એક મુખપથ અને બીજો નાસિકાપથ , આ માર્ગો એકી સાથે પણ ખુલ્લા રહી શકે , વારાફરતી કોઈ એક માર્ગ ખુલ્લો કે બંધ રાખી શકાય . ( મોં ખોલી અરીસામાં જોતાં છેક સામે એક લટકતો સ્નાયુ દેખાય છે . એને પડજીભ કહે છે . આ પડજીભ નાસિકાપથને ખુલ્લો કે બંધ રાખી શકે છે . ) હવા નાસિકાપથમાંથી બહાર નીકળે તો એથી ઉત્પન્ન થતા ધ્વનિને અનુનાસિક કહેવાય . અનુસ્વાર ( અં માં છે તે ) ણ , ન , મ વગેરે અનુનાશિક ધ્વનિઓ છે . નાસિકાપથ બંધ હોય ત્યારે કેવળ મુખપથમાંથી જ હવા બહાર નીકળી શકે છે . આવા ધ્વનિઓ નિરુનુનાસિક ( અનુનાસિક નથી તેવા ) કહેવાય .
મુખમાંથી પસાર થતી હવા કાં તો અવરોધ વગર જ પસાર થઈ જાય અથવા પૂરેપૂરા કે અધૂરા અવરોધથી પસાર થાય .
સ્વર : જે હવા અવરોધ વગર જ પસાર થાય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને સ્વર કહે છે . આમ સ્વર અવરોધ વિના જ પસાર થઈ જતી હવાથી જન્મનો ધ્વનિ છે . અલબત્ત અ , આ વગેરે બધા જ સ્વરોના ઉચ્ચારણમાં હવા નાંદતંત્રીઓ આગળ તો અવરોધ પામતી જ હોય છે . એ સંકેત એટલે કે ઘોષ ધ્વનિ હોય છે . એનું કારણ આ જ હવા કોઈ પણ જગ્યાએ આંદોલિત ન થાય તો તે અવાજ જ શી રીતે જન્મે ? જેમ કે ઉચ્છવાસ અવાજરહિત હોય છે .
વ્યંજન : જો હવા ઓછા કે વધુ અવરોધ સાથે પસાર થાય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને વ્યંજન કહે છે . ક - ચ - ટ- ત- ૫ વગેરે સંપૂર્ણ અવરોધ વડે અને સ - શ - હ વગેરે ઓછા અવરોધથી નિષ્પન્ન થતાં વ્યંજન ધ્વનિઓ છે .
મુખપથમાં હવાનો અવરોધ જુદાંજુદાં અવયવોથી જુદી જુદી રીતે થાય છે . તમે જાણો છો કે મોઢાનું ઉપલું જડબું સ્થિર છે અને નીચલું જડબું હલનચલન કરી શકે એવું છે . ( ખોરાક આવતાં આ નીચલું જડબું કેવું તો ગતિશીલ બની જાય છે .. આપણને જ ખબર છે જ ! )
ઉપલા જડબાના આપણે આટલા ભાગ પાડીએ : ઉપલો હોઠ , ઉપલા દાંત પેઢાં ( પેઢાં પછીનો ઉપરની કમાનની શરૂઆતનો ભાગ = મૂર્ખ , કઠણ તાળવું , પોચું તાળવું વગેરે ( જુઓ આકૃતિ ) આ બધાં સ્થિર છે એટલે એને ‘ ઉચ્ચારણ સ્થાન ’ કહીએ .
નીચલા જડબાના આપણે આટલા ભાગ પાડીએ . નીચલો હોઠ , નીચલા દાંત ( ઉચ્ચારણમાં એનો સીધો ફાળો નથી પણ પરોક્ષ રીતે એ ઉચ્ચારણનો આકાર નક્કી કરે છે ) અને જીભ . વિવિધ ધ્વનિઓ ઉત્પન્ન કરવામાં જીભની કામગીરી સૌથી વધારે અને વિવિધ પ્રકારની છે , એથી એના ત્રણ ભાગ પાડીએ . જીભનો આગલો ભાગ અગ્ન- વચલો ભાગ મધ્ય અને પાછલા ભાગ પૃષ્ઠ . ઉચ્ચારણમાં જીભને વાળવામાં પણ આવે છે . એટલે એનો નીચેનો ભાગ જિાતલ – ગણતરીમાં લેવા જોઈએ .
જીભ અને નીચલો હોઠ હલનચલન કરતાં હોવાથી એને ઉચ્ચારણ અંગ કહીએ
જીભના જુદાં જુદાં ભાગો ઊંચા કે નીચા એટલે કે ઉપરના જડબાથી વધારે કે ઓછા અંતરે રહેવાથી જુદાં જુદાં સ્વરના ધ્વનિઓ ઉત્પન્ન થાય છે . નીચલો હોઠ કે જીભ = ઉચ્ચારણ અંગો , જુદાં જુદાં ઉચ્ચારણ સ્થાનોને અડે , સ્પર્શ કરે અને એ રીતે હવાને જુદી જુદી રીતે રોકે , અવરોધે ) ત્યારે જુદાં જુદાં વ્યંજન ધ્વનિઓ પેદા થાય છે . આવા ધ્વનિઓને તે ઉચ્ચારણ સ્થાનને નામે ઓળખવામાં આવે છે . દા.ત. જીભનો પાછળનો ભાગ પોચા તાળવા ( કંઠ ) ને અડે એથી ઉત્પન્ન થતાં ક , ખ . ……… કંઠય વ્યંજન કહેવાય . જીભનો આગળનો ભાગ ઉપલા દાંતના પાછળનો ભાગને અડે એથી ઉત્પન્ન થતા ત , થ ... દૌત્ય કહેવાય વગેરે . બે હોઠના સ્પર્શથી પેદા થતા પ , ફ ... ધ્વનિઓને ઓષ્ઠય કહેવાય છે .
Post a Comment