લેખનની વ્યાખ્યા :
" Writing is a way to communicate some message , ideas , opinion and fillings in terms of letters , alphanumeric science and symbols."
એટલે કે ,
લેખન એ અક્ષરો , આલ્ફાન્યુમેરિક ચિન્હો અને પ્રતીકો દ્વારા સંદેશા , વિચારો , અભિપ્રાયો અને સંવેદનાઓનું પ્રત્યાયન કરી શકાય તે માટેનો માર્ગ છે .
બીજી એક વ્યાખ્યા અનુસાર :
Writing is a technique of demonstrating language in a visual form by using a bunch of signs and symbols to symbolise the sounds of speech , tones , pitch and punctuations.
લેખન એ ભાષાના વિવિધ ઘટકો જેવાકે વક્તવ્ય , બોલવાની લઢણ , ઉચ્ચારો અને વિરામચિહ્નોના પ્રતીકોને આકૃતિ સ્વરૂપે નિશ્ચિત કરેલા સંકેતો અને પ્રતીકોના સમૂહનો ઉપયોગ કરીને દશ્ય સ્વરૂપમાં દર્શાવવાની તકનીક છે .
લેખન માટેના મહત્ત્વના ઘટકો :
→ લેખન ભાષાનું દશ્ય સ્વરૂપ છે .
→ લેખનમાં બોલાતી ભાષાના ઉચ્ચારોનું આકૃતિ સ્વરૂપે સાંકેતિક રૂપાંતર કરવામાં આવેલું હોય છે .
→ લેખન અર્થ વ્યક્ત કરી શકે એવા વાક્યો લખવાનું કૌશલ્ય છે .
→ ભાષાના તમામ ઉચ્ચારો , વિરામચિન્હો અને અર્થ વ્યક્ત કરતાં વાક્ય લેખિત સ્વરૂપે વ્યક્ત કરવામાં આવે છે .
→ લેખનમાં હસ્તાક્ષર અને જોડણી જેવા બાહ્ય ઘટકો સમાવિષ્ટ છે .
→ લેખનમાં ભાષા સંદર્ભિત વ્યાકરણ , વાક્યરચના , ભાષાના આંતરિક ઘટકો જેવા આંતરિક ઘટકો પણ સમાવિષ્ટ છે .
→ લેખન માટે લિપીનું જ્ઞાન ઉપરાંત ભાષાનું જ્ઞાન આવશ્યક છે . લેખન હેતુ અનુસાર જુદા જુદા પ્રકારો ધરાવે છે .
→ લેખન લખનાર વ્યક્તિના ભાષા કૌશલ્યને અભિવ્યકત કરે છે .
→ લેખકની લેખન શૈલી , જ્ઞાન , અનુભવ , ભાષા ઉપરનું પ્રભુત્વ અને શબ્દભંડોળની અસર લેખન પર થાય છે .
→ વિષય અનુસાર લેખન પ્રભાવિત થાય છે .
→ લેખન અર્થસભર અભિવ્યકિત છે . જે ધ્વનિ પ્રતીકો અર્થ ઉત્પન્ન કરી શકે નહિ તે લેખન કહી શકાય નહિ .
→ લેખન ૫૨ ભાષાની પણ અસર થાય છે . દરેક ભાષાને પોતાના આગવા ધ્વનિ પ્રતીકો છે .
→ લેખન સમય અને સ્થળને અતિક્રમીને અભિવ્યક્ત થતી ભાષા છે . આથી એક સમયે થયેલી લેખિત અભિવ્યક્તિ બીજા કોઈ સમયે પુનઃ ઉપયોગી બની રહે છે . એક રીતે એક સ્થળે થયેલી લેખીત અભિવ્યકિત બીજા સ્થળે ઉપયોગી બને છે .
નોંધ બનાવવી :
નોંધ બનાવવી એ લેખનની મહત્ત્વની પ્રયુક્તિ છે . જયારે કોઈ વિશિષ્ટ પ્રકારના સ્રોતમાંથી મળેલી માહિતીને ઝડપથી સમજી શકાય તેમજ મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર પૂરતું ધ્યાન આપી શકાય તેવી રીતે લખવામાં આવે તો તેને નોંધ બનાવવી ’ કહેવામાં આવે છે . વર્ગખંડમાં શિક્ષક જે ભણાવે છે તે વિદ્યાર્થી પોતાની નોંધપોથીમાં નોંધે તે નોંધ બનાવવાનું એક ઉદાહરણ છે . એ જ રીતે પુસ્તકમાંથી વાંચીને આવશ્યક માહિતી ક્રમિક અને સ્પષ્ટ રીતે સમજી શકાય એમ લખવી એ પણ નોંધ બનાવવાનું ઉદાહરણ છે . ન્યુઝ રિપોર્ટર કોઈ સ્થળે ઊભા રહીને સમાચાર માટે જરૂરી બાબતોની નોંધ બનાવે છે . મીટિંગ દરમિયાન મિટિંગમાં ભાગ લેનાર દરેક સભ્ય પોતાના સંદર્ભમાં મિટિંગમાં ચાલતી ચર્ચાની નોંધ બનાવે છે . કોઈ વિષ્ટ પ્રકારના કાર્યક્રમમાં ચર્ચાઓ થતી હોય તે દરમિયાન સંકલનકર્તા તેની ટુંકનોંધ બનાવે છે .
એટલે કે કોઈપણ સ્રોતમાંથી આવશ્યક મુદ્દાઓને અલગ તારવી સ્પષ્ટ રીતે ખિત સ્વરૂપે ગોઠવવાની પ્રક્રિયાને નોંધ બનાવી કહી શકાય .
વ્યાખ્યા :
Note Making is a way of recording important details from a source . This source can be any book , article , meeting or any oral discussion .
એટલે કે ,
નોંધ બનાવવી એ સ્રોતમાંથી મહત્ત્વપૂર્ણ વિગતો આલેખિત કરવાની એક - છે . આ સ્રોત કોઈપણ પુસ્તક , લેખ , બેઠક અથવા કોઈપણ મૌખિક ચર્ચા હોઈ શકે છે .
નોંધ કરવા માટેના મહત્ત્વના ઘટકો :
- નોંધ કરવા માટે નોંધકર્તા અનેક વિગતો પૈકી ની મહત્ત્વની વિગતોની નોંધ કરે છે.
- નોંધ કેવી રીતે કરવામાં આવે છે કે જેથી ફરીથી વાંચતી વખતે વિગતો સ્પષ્ટ સમજાય.
- નોંધમાં મહત્ત્વની માહિતી યોગ્ય રીતે આલેખિત કરવામાં આવે છે . જેમાં મુદ્દા , પેટા મુદા , આકૃતિઓ , ચિત્રો , હાઈલાઈટ , અન્ડરલાઈન , બુલેટિન જેવી અનેક વિશિષ્ટ બાબતોનો સમાવેશ થાય છે .
- યોગ્ય રીતે કરવામાં આવેલી નોંધ સ્પષ્ટીકરણ માટે મહત્ત્વપૂર્ણ બની રહે છે . દાખલા તરીકે સંપૂર્ણ પુસ્તકમાં મહત્ત્વના મુદ્દા કયા છે તેની અલગ નોંધ કરવામાં આવેલી હોય તો તેને ફરીથી સમજવા સરળ બને છે .
- નોંધ , વાચકનો સમય બચાવે છે , સમજ સરળ બનાવે છે , વિષયવસ્તુને સ્પષ્ટ કરે છે , ઝડપી પુનઃ અધ્યયન થઈ શકે તે માટેની લેખિત વ્યવસ્થા પૂરી પાડે છે.
- નોંધ દસ્તાવેજીકરણ માટે મહત્ત્વનું માધ્યમ બને છે . સ્પષ્ટતા , સંક્ષિપ્તતા અને સરળતા તે સારી નોંધના મહત્ત્વપૂર્ણ લક્ષણો છે .
- ટૂંકી નોંધમાંથી વ્યક્તિ બહુ જ ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી મૂળ માહિતીના અગત્યના ઘટકોને પ્રાપ્ત કરી શકે છે .
- જો કાળજીપૂર્વક બનાવવામાં આવી હોય તો તે પ્રકારની નોંધ અનેક રીતે ઉપયોગી બને છે . વારંવાર ઝડપી પુનરાવર્તન માટે નોંધ ઉપયોગી છે .
- ઐતિહાસિક પૂરાવાઓને વૈજ્ઞાનિક ઢબે નોંધવામાં આવેલા હોય તો તેને સંશોધન માટે મહત્ત્વનો સ્રોત ગણી શકાય છે , જેથી નોંધ બનાવવી તે ઐતિહાસિક સંશોધનો માટે પણ મહત્ત્વનું ઘટક છે .
- પાઠ્ય સામગ્રીની ટૂંક નોંધ પરીક્ષા સમયે વિદ્યાર્થીને પોતાના અધ્યયન માટે ઓછા સમયમાં પુનરાવર્તન કરવાના કામમાં આવે છે .
- મીટીંગની નોંધ , સમાચારોની નોંધ , ઘટનાસ્થળે બનેલ બાબતોની પોલીસ નોંધ , કોર્ટમાં થયેલ ચર્ચાની વકીલ દ્વારા થયેલી નોંધ , પ્રયોગો દરમ્યાન મળેલા તારણો માટે વૈજ્ઞાનિકોએ કરેલી નોંધ , લાંબા સમયના અવલોકનોની નોંધ , જીવનમાં બનેલી ઘટનાઓની ડાયરીમાં કરવામાં આવતી નોંધ , પત્ર વ્યવહાર અંગેની ટૂંકનોંધ .. જેવી અનેક પ્રકારની નોંધો રોજબરોજના જીવનમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપે છે .
Post a Comment