Teble

સંક્ષિપ્ત લખાણ લખવું 

પણા લાંબા સાહિત્યથી કંટાળો આવતો હોય છે . બાળકોને લાંબુ લેખા ગમતું હોતું નથી . કેટલાક વિશિષ્ટ સંજોગોમાં આપણે તેમાંથી જરૂરી હોય તેટલું તારની લેવાનું હોય છે . ઘણી વખત બહુ લાંબા લખાણમાંથી મહત્વનું લખાણ ખૂબ ઓછું હોય છે . આવા સમય દરમિયાન આપણે લખાણને સંક્ષિપ્તમાં લખી લેવું જરૂરી બને છે . દરેક વખતે ખૂબ લાંબુ લખાણ વાંચવાની જગ્યાએ સંક્ષિપ્ત કરેલું લખાણ વાંચવાથી મહત્ત્વપૂર્ણ બાબતો જલદી સમજાઈ જાય છે . બહુ લાંબુ લખાણ ઘણ વખત એકાગ્રતાથી વાંચવામાં ન આવે તો સાર્થક બનતું નથી . કેટલીકવાર ઘણું લાંબુ લખાણ બિનઅસરકારક અને અર્થહીન બની જાય છે . આવા સંજોગોમાં લેખન માટેની વિશિષ્ટ પ્રયુક્તિ એટલે સંક્ષિપ્ત લખાણ . 

અર્થ અને સંકલ્પનાઃ 


સંક્ષિપ્તીકરણ એ કોઈપણ લાંબા લખાણમાંથી મહત્ત્વની આવશ્યક માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે લખવાની આવડત છે . દરેક પ્રકારના લખાણમાં મહત્ત્વની બાબતને શોષી લઈને સારાંશ રૂપે તેને રજૂ કરવી એટલે સંક્ષિપ્ત લખાણ લખવું . બે અથવા ત્રણ પેજનું લખાણ એકાદ ફકરામાં આવી જાય એવી રીતે લખવું એટલે સંક્ષિપ્ત લખાશ લખવું , સંક્ષિપ્ત લખાણ લખવા માટે ભાષા ઉપર પૂરતો કાબુ હોવો જરૂરી છે . કારણકે સંક્ષિપ્ત લખાણમાં મુખ્ય લખાણના સાર રૂપ તમામ તત્વોનો સમાવેશ થાય તે જરૂરી બને છે . એ જ રીતે અનેક શબ્દો દ્વારા જે તથ્યો રજુ કરવાના હોય તે તમામ તથ્યોને બહુ જ ઓછા શબ્દોમાં રજુ કરવાની કળા સંક્ષિપ્ત કરણ છે . તેની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય . 

વ્યાખ્યાઃ 


To summarize means to sum up the main points of something summarization is this kind of summing up . 

સંક્ષિપ્તીકરણનો અર્થ એ છે કે કોઈ વસ્તુના મુખ્ય મુદ્દાઓનો સારાંશ કાઠવો . સંક્ષિપ્તીકરણ એ સંપૂર્ણ લેખનો ખૂબ ઓછા શબ્દોમાં કાઢવામાં આવેલો સારાંશ છે.

સંક્ષિપ્તીકરણ માટેના સોપાનો 


સારા સંક્ષિપ્તીકરણ માટે ક્રમિક રીતે નીચેના સોપાનોને અનુસરવા જોઇએ . આ સંક્ષિપ્તીકરણના સોપાનોની રૂપરેખાને અનુસરવાથી સરળતાથી સંક્ષિપ્તીકરણ થઈ શકે છે.

સારા સંક્ષિપ્તીકરણના સોપાનો : 


પ્રથમ સોપાનઃ સાહિત્યનું વાંચનઃ 

આ સોપાનમાં જે સાહિત્યનું સંક્ષિપ્તીકરણ કરવાનું છે તે સાહિત્યનું ઉડાણપૂર્વક વાચન કરવામાં આવે છે . આ વાંચન વારંવાર કરવું પડે છે . ઉંડાણપૂર્વક વાંચ્યા પછી તેમાં રહેલ સારરૂપ તત્વોને અલગ ઓળખવાના હોય છે . આથી વાંચન દરમ્યાન અઘરા શબ્દોને અલગ તારવી તેનો શું અર્થ થાય છે તે સ્પષ્ટતા કરવાની હોય છે . વાક્યો વચ્ચેના પૂર્વાપર સંબંધોને પણ જાણવાના હોય છે .

દ્વિતીય સોપાનઃ સાહિત્યના નાના વિભાગો પાડવાઃ 

આ સોપાન દરમિયાન જે સાહિત્યનું સંક્ષિપ્તીકરણ કરવાનું છે તે સાહિત્યના તમામ મુદ્દાઓને સમજ્યા પછી તેના કેટલા વિભાગ પડી શકે તેમ છે તેનું વિશ્લેષણ કરવાનું હોય છે . વિશ્લેષિત અલગ પાડેલા મુદ્દાઓ સ્પષ્ટ નામકરણ સહિત છૂટા પાડવાના હોય છે .

તૃતીય સોપાનઃ દરેક વિભાગમાં મુખ્ય મુદ્દાઓની ઓળખઃ 

અલગ પાડેલા પ્રત્યેક મુદ્દાને બરોબર સમજી ને મુખ્ય સાહિત્યના સાર રૂપ ઘટકો અલગ તારવી , તેમાં રહેલા ચાવીરૂપ શબ્દાને સ્પષ્ટ કરવાના હોય છે . ચાવીરૂપ શબ્દોમાં નામ ક્રિયાપદ , ક્રિયાવિશેષણ , વિશેષણ , પૂર્ણ વાક્ય માટે એક શબ્દ , પારિભાષિક શબ્દો વિગેરે અલગ કરવાના હોય છે . આ ઓળખ થઈ ગયા પછી સમાનાર્થી લાગતા શબ્દો ને , વારંવાર બેવડાતા વિચારને તેમજ એકના એક શબ્દોને છોડી દઈને મુખ્ય વિચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે . 

ચતુર્થ સોપાનઃ સારાંશ લખો : 

આ સોપાનમાં સાર રૂપ વાક્યો લખવાના હોય છે . ટૂંકા અર્થપૂર્ણ વાક્યોમાં સમાન અર્થવાળા વાક્યોને કોઈ એક નિશ્ચિત વાક્ય માં રૂપાંતરિત કરી દઈને ઓછામાં ઓછા શબ્દોમાં રજુ કરવાના હોય છે . વાક્યમાં ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ થાય અને અર્થ સ્પષ્ટ થાય તે બાબતની કાળજી રાખવામાં આવે છે . આ ઉપરાંત મુખ્ય સ્રોતમાં રહેલા અવતરણો ( quotations ) , ભાષાકીય વૈવિધ્ય સમજણ માટે લેખકે આપેલા ઉદાહરણો , સ્પષ્ટીકરણ માટેના આગમન - તર્ક . ઇત્યાદિ લંબાણપૂર્વકના લખાણો છોડી દેવાના હોય છે . તેને સ્થાને નિર્ણય , તા૨ણ , કાર્યકારણ સંબંધ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવાનો હોય છે . શક્ય એટલી સરળ ભાષામાં આ વાક્યોની રજૂઆત થાય તે આવકાર્ય છે . લખાણનું મૂળ તત્વ જળવાય તે ધ્યાન રાખવું જોઈએ . 

પાંચમું સોપાનઃ સાહિત્યના સંદર્ભમાં સંક્ષિપ્ત કરેલા મુદ્દાઓનું મૂલ્યાંકનઃ 

સંક્ષિપ્તીકરણ નું પાંચમું અને અંતિમ સોપાન મૂલ્યાંકનનું સોપાન છે . આ સોપાનમાં જે સાહિત્યનું સંક્ષિપ્તીકરણ કરવાનું છે તે સાહિત્યના સારાંશ સ્વરૂપના વિચારને બરાબર ન્યાય મળ્યો છે કે કેમ તેની વિચારણા કરવાની હોય છે . મૂળ સ્ત્રોત ના તમામ વિચારોને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવ્યા હોય તો સંક્ષિપ્તીકરણનું અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે . જો કોઈ વિચાર બેવડાતો હોય તો તેને છોડી દેવામાં આવે છે . એક કરતાં વધુ વખત બેવડાતા વિચારોને એક વખત રજુ થાય તેવા વાક્યોમાં રૂપાંતરિત ક૨વામાં આવે છે .

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...