Teble

 પહેલાં આપણે બુદ્ધિનો શાબ્દિક અર્થ સમજીએ . સંસ્કૃતમાં बुध॒ એટલે જાણવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું એ ક્રિયાપદ પરથી बुद्धि એ શબ્દ બન્યો છે . તેના પરથી વોંધ એટલે કે જ્ઞાન એ શબ્દ બન્યો છે . મનની એવી શક્તિ કે જે સાચા જ્ઞાનનું ઉત્પત્તિસ્થાન છે અને જેને લીધે મૂર્ત વિચારો સમજી શકાય છે તેને માટે ગ્રીક ભાષામાં NOUS શબ્દ હતો . શક્તિ જ્યારે કાર્યાન્વિત બનતી હતી ત્યારે તેને Noesis એ નામે ઓળખાતા હતા . લેટિન ભાષામાં આ બંને શબ્દો intellectus અને intelligentia બન્યા અને અંગ્રેજીમાં તેમાંથી intellect અને intelligence એવા શબ્દો ઊતરી આવ્યા . 

બુદ્ધિની સંકલ્પના અને સ્વરૂપ સમજ્તા માટે જુદા જુદા મનોવિજ્ઞાનીઓએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે , જેમાંની કેટલીક નીચે મુજબ છે . 

1. ' Intelligence is contained in four words – Comprehension , invention , direction and criticism . '  - Binet
 ‘ બુદ્ધિ ચાર શબ્દોમાં સમાવિષ્ટ છે . – અર્થગ્રહણ , આવિષ્કાર , માર્ગદર્શન અને સમીક્ષા . '

2. ' Intelligence is the ability of an individual to adapt himself adequately to relatively new situation in life ! ' - Pinnter 
જીવનમાં પેદા થતી સંબંધિત નૂતન પરિસ્થિતિઓ સાથે યોગ્ય રીતે અનુકૂલન સાધવાની વ્યક્તિની ક્ષમતા એ બુદ્ધિ છે . '

3. ‘ Intelligence is the ability to think in terms of abstract ideas . ' Terman ‘ 
બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે . ’ ‘ 

4. Intelligence is the power which enables us to solve problems and to achieve our purposes . ' Ryburn - 
‘ બુદ્ધિ એક એવી શક્તિ છે જે આપણને સમસ્યાઓના સમાધાન તરફ લઈ જાય છે અને આપણા ઉદ્દેશો સિદ્ધ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે . ’ 

5. Intelligence is the aggregate or global capacity in the individual to act purposefully , to think rationally and to deal effectively with the environment . ' – - D. Wechsler ‘ 
બુદ્ધિ એ વ્યક્તિમાં રહેલી ઉદ્દેશપૂર્ણ કાર્ય કરવાની , તાર્કિક રીતે વિચાર કરવાની અને વાતાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન કરવાની સમગ્ર અને વૈશ્વિક શક્તિ છે . ’ 

વેકસલરની આ વ્યાખ્યા અન્ય વ્યાખ્યાઓની તુલનામાં બુદ્ધિના સ્વરૂપ અંગે વેધક પ્રકાશ ફેંકે છે .

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...