Teble

 1904 માં સ્પિયરમેન નામના મનોવૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો , જેને દ્વિમાર્ગી સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે . સ્પિયરમેને બૌદ્ધિક કાર્યોમાં અંતર્ગત રહેલી શક્તિઓ વચ્ચેના સહસંબંધોનો અભ્યાસ કર્યો . આ અભ્યાસમાં તેમને જોવા મળ્યું કે બુદ્ધિ કસોટીઓના પરસ્પર સહસંબંધાંકોને ગોઠવીએ તો એક પ્રકારની શ્રેણી જોવા ( hierarchy ) મળે છે . સ્પિયરમેને ‘ શક્તિ ’ ને બદલે ‘ અવયવ ’ કે ‘ ઘટક ’ શબ્દ વાપર્યો , કારણ કે આ અવયવો કે ઘટકો બુદ્ધિકસોટીઓના પ્રાપ્તાંકોના પૃથક્કરણ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે . સ્પિયરમેને આ માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી બુદ્ધિયુક્ત કાર્યોનું અવયવ પૃથક્કરણ કર્યું અને તે પરથી સ્પિયરમેને કહ્યું કે કોઈપણ વ્યક્તિની બુદ્ધિ બે પ્રકારના ઘટકો કે અવયવોની બનેલી છે , જે નીચે મુજબ છે .

1. સામાન્ય ઘટક ( General Factor ) : 

આને માટે સ્પિયરમેને G – factor અથવા ' G ' એવી સંજ્ઞા વાપરી . તેણે કહ્યું કે બુદ્ધિનો આ સમાન્ય ઘટક ( G ) માનવજીવનના દરેક કાર્યમાં હોય છે , પરંતુ જુદી જુદી વ્યક્તિઓમાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે . આપણા વ્યવહારોમાં , અભ્યાસમાં રોજબરોજનાં કાર્યોમાં તેમ જ વ્યવહારોમાં આપણને જે કંઈ સફળતા મળે છે તેમાં આ સામાન્ય ઘટકનો ફાળો ઘણો મહત્ત્વનો હોય છે . વ્યક્તિની બુદ્ધિનો કેટલો વિકાસ થશે એ આ સમાન્ય ઘટક નક્કી કરે છે . આ G ને કારણે જ જુદી જુદી શક્તિઓના ગુણ વચ્ચે હકારાત્મક સહસંબંધાંક જોવા મળે છ . બધાં જ બૌદ્ધિક કાર્યોમાં આ સામાન્ય ઘટક G વત્તાઓછા પ્રમાણમાં જરૂરી બને છે . તેથી તે સર્વવ્યાપી અને સાર્વત્રિક છે એમ કહી શકાય . આ સામાન્ય ઘટક કોઈ એક વ્યક્તિમાં લગભગ એક સરખો રહે છે , પરંતુ જુદી જુદી વ્યક્તિઓમાં તે જુદો જુદો હોય છે . બુદ્ધિકસોટીઓ આ સામાન્ય ઘટક G નું માપન કરે છે . કેળવણી દ્વારા G ના પ્રમાણમાં વધારો કરી શકાતો નથી . આ સામાન્ય ઘટક ` G` એ જ બુદ્ધિ છે એમ કહીને સ્પિયરમેન બંધાઈ જતા નથી . તેમના કહેવા મુજબ સારી બુદ્ધિકસોટીઓ ' G ' થી ભરપૂર હોય છે . જો એમ ન હોય તો તે બુદ્ધિકસોટીઓ નબળી ગણાય . આમ બુદ્ધિ એટલે સામાન્ય ઘટક ' G ' એવું એ આડકતરી રીતે કહી દે છે ખરા . સ્પિયરમેન સામાન્ય ઘટક ` G` ને માત્ર ગાણિતિક અવયવ ગણવાનું વધારે પસંદ કરતા હતા , પરંતુ તેને તે સીધી રીતે બુદ્ધિ તરીકે ગણાવતા ન હતા . તેઓ તેને માનસિક ઊર્જા તરીકે ગણાવતા હતા . જેમ વિદ્યુત ઊર્જાને જોઈ શકાતી નથી , પરંતુ ફ્રીઝ , ઈલેકટ્રીક બલ્બ , ટ્યુબલાઈટ , પંખો , ટીવી , રેડિયો , હીટર , ગીઝર , એરકન્ડિશનિંગ વગેરે ચલાવવામાં તેની વિવિધ અસરો દ્વારા તેને જાણી શકાય છે , તેમ માનસિક ઊર્જા ` G` પણ માનવીનાં જુદાં જુદાં કાર્યો દ્વારા જાણી શકાય છે . દરેક મનુષ્યમાં જન્મથી જ રહેલી – હોય છે , જે આનુવાંશિક સંપત્તિ છે અને તે જિંદગીભર એક સમાન રહે છે . જેમ વિદ્યુતનાં વિવિધ સાધનો જુદા જુદા પ્રમાણમાં વિદ્યુત વાપરે છે તેમ મનુષ્યનાં વિવિધ બૌદ્ધિક કાર્યોમાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે .

2. વિશિષ્ટ ઘટક ( Specific Factor ) : 
આને માટે સ્પિયરમેને S – factor અથવા ' S ' એવી સંજ્ઞા વાપરી . તેણે કહ્યું કે કેટલાંક કાર્યો એવાં હોય છે કે જેમાં ખાસ પ્રકારની બુદ્ધિની આવડતની જરૂર પડે છે . તે સિવાય આવા કાર્યો કરવાનું શક્ય બનતું નથી . આવાં કાર્યોમાં વિશિષ્ટ ઘટક ' S ' અત્યંત મહત્વનો ભાગ ભજવે છે . જેમ કે વિશિષ્ટ કૌશલ્યની બાબતો જેવી કે કલાકારીગરી , સંગીત , શિલ્પ સ્થાપત્ય , ચિત્રકળા , નૃત્ય , નાટયકળા , અભિનયકળા અને એવાં બીજાં કાર્યોમાં ઉત્કૃષ્ટ પારંગતતા મેળવવી હોય ત્યારે આ વિશિષ્ટ અવયવ = કે વિશિષ્ટ ઘટક ' S ' ની ખાસ જરૂર પડે છે . લતા મંગેશકર , આશા ભોંસલે , કિશોરકુમાર , મહંમદરફી વગેરેનું ગાયક - ગાયિકાઓમાં આગવું સ્થાન છે , સામ પિત્રોડા સંદેશાવ્યવહારના ક્ષેત્રે ઊંચી પ્રતિભા છે , રાજકપૂર ઉત્તમ ફિલ્મ કલાકાર હતા , પાબ્લો પિકાસો ઉત્તમ ચિત્રકાર હતા , સાત્ર , રવીન્દ્રનાથ ટાગોર , અરુંધતી રોય વગેરેનું સાહિત્ય ક્ષેત્રે મોટું નામ છે , સર સી.વી.રામન , ડૉ.હરગોવિંદ ખુરાના કે ડૉ . નારલીકર પ્રખર વૈજ્ઞાનિક ગણાય છે , પિરાજી સાગરા ઉત્તમ ચિત્રકાર છે , ઝાકિરહુસેન તબલાવાદક છે , મલ્લિકા સારાભાઈ અને ઉદયશંક ૨ પ્રખ્યાત નૃત્યકાર છે , કારણ કે તે સૌમાં આ વિશિષ્ટ ઘટક ' S ' ભરપૂર માત્રામાં છે . વિશિષ્ટ ઘટક વિના કોઈપણ વ્યક્તિ કોઈ વિશેષતા પ્રાપ્ત ન કરી શકે . વિશિષ્ટ ઘટક ' S` જન્મજાત નથી , પરંતુ તે કેળવી શકાય છે . તે જન્મ પછી અનુભવોથી પ્રાપ્ત થાય છે અને વૃદ્ધિ પામે છે . ચોક્કસ વિશેષતાઓને કારણે રેડિયો , ટીવી , હીટર , મિક્સર , એ.સી. વગેરેની જેમ અલગ પહેચાન છે , તેમજ દરેક માનસિક પ્રવૃત્તિની જે વિશિષ્ટતા છે તે આ વિશિષ્ટ ઘટક ' S` ને આભારી છે . 

જુદી જુદી વ્યક્તિઓમાં તેની માત્રા જુદી જુદી હોય છે . જુદા જુદા પ્રકારની માનસિક ક્રિયાઓ અને બૌદ્ધિક કસરતો દ્વારા તે પ્રાપ્ત કરી શકાય છે . વ્યક્તિમાં જે પ્રકારનો વિશિષ્ટ ઘટક વધુ માત્રામાં હોય તે ક્ષેત્રમાં તે નિષ્ણાત બની શકે છે . શિક્ષણથી તેમાં વધારો કરી શકાય છે . વાતાવરણની અસર નીચે ' S ' માં વધારો કે ઘટાડો થઈ શકે છે . જુદાં જુદાં કાર્યોમાં તેનો વિશિષ્ટ રીતે ઉપયોગ થાય છે , જેમ કે ભાષાની કસોટીમાં ઉત્તરદાતાની સામાન્ય શક્તિ ' G ' અને ભાષાને લગતી વિશિષ્ટ શક્તિ ' S ' નો ઉપયોગ થાય છે . બુદ્ધિનો વિકાસ અને દર્શન કઈ કઈ વિવિધ દિશાઓમાં થશે તે આ વિશિષ્ટ ઘટક ' S ' નક્કી કરે છે . 

દરેક પ્રવૃત્તિ કે કાર્ય પાછળ આ બે ઘટકો ' G ' અને ' S ' રહેલા છે . એવી માન્યતાને લીધે સ્પિયરમેનનો આ સિદ્ધાંત દ્વિઅવયવી કે દ્વિતત્ત્વીય સિદ્ધાંત તરીકે ઓળખાયો , જે આકૃતિની મદદથી નીચે મુજબ દર્શાવી શકાય .


કોઇપણ કસોટી પર મનુષ્યની સફળતા આ બે ઘટકો પર આધાર રાખે છે . કોઈ મનુષ્યની માનસિક તપાસ કરવી હોય તો તેની બુદ્ધિનો સામાન્ય ઘટક અને તેના વિશિષ્ટ ઘટકો એમ બંને ઘટકો તપાસવા જોઈએ . બુદ્ધિ કસોટીનો હેતુ જ સામાન્ય ઘટક ' G ' નું માપન છે . વિશિષ્ટ ઘટકોના માપન માટે વિશિષ્ટ પાત્રતા કસોટીઓ આવે છે . ઈતિહાસની કસોટીમાં સામાન્ય ઘટક ' G ' અને ઈતિહાસ અંગેના વિશિષ્ટ ઘટક ` S , ' નો ઉપયોગ થાય છે . જો અંગ્રેજીની કસોટી હોય તો તેમાં સામાન્ય ઘટક ' G ' અને અંગ્રેજીના વિશિષ્ટ ઘટક S2 ઉપયોગી બને છે અને અર્થશાસ્ત્રની કસોટીમાં સામાન્ય ઘટક ' G ' અને અર્થશાસ્ત્ર વિષયક વિશિષ્ટ ઘટક S3 નો ઉપયોગ થાય છે . ઉપરની આકૃતિ પરથી આ બાબત વધારે સ્પષ્ટ થઈ હશે . 

સ્પિયરમેનનો દ્વિઅવયવી સિદ્ધાંત બધા જ મનોવિજ્ઞાનીઓએ સ્વીકાર્યો નથી . જો કે સ્પિયરમેન પોતાના સિદ્ધાંતને સર્વગ્રાહી ગણાવતાં કહે છે કે એમ બુદ્ધિ અંગેના મતમતાંતરોને ન્યાય મળે છે , પરંતુ થોર્નડાઈક અને થોમસને સ્પિયરમેનની સખત ઝાટકણી કાઢી છે . તેમના મત મુજબ માનસિક કસોટીઓ પરના પ્રાપ્તાંકોમાં હંમેશાં શ્રેણી પ્રાપ્ત થતી નથી . મનુષ્યની પ્રત્યેક માનસિક પ્રવૃત્તિ પાછળ સામાન્ય અવયવ ` G` રહેલો હોય જ એવું તેઓ સ્વીકારતા નથી . મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં આવાં પરિણામો જોવા મળવાનું કારણ એ છે કે , આવી કસોટી બનાવનારા શાળાના અધ્યાપકો અને કૉલેજના પ્રાધ્યાપકો છે . જે શાળા કોલેજોના વિવિધ વિષયોના અભ્યાસક્રમોને ધ્યાનમાં રાખીને જ માનસિક કસોટીઓ તૈયાર કરે છે . વિવિધ વ્યવસાયોમાં જે કાર્યો થાય છે તેમાંનાં વર્તનો પરથી જો કસોટીઓ રચવામાં આવે તો પરિણામો વિપરીત આવવા સંભવ છે . બુદ્ધિકસોટીઓને તેમણે શૈક્ષણિક શક્તિઓની કસોટીઓ તરીકે ગણાવી . તેથી એ દષ્ટિબિંદુથી તેમના મતે બુદ્ધિકસોટીઓ અભિયોગ્યતાની કસોટીઓ ગણાય . જો કે સ્પિયરમેનના દ્વિઅવયવી સિદ્ધાંતને બહુ આવકાર ન મળ્યો .

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...