બીજા વિશ્વયુદ્ધ બાદ કોડ્લબર્ગે શિકાગો યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો પૂર્વનાતક વિદ્યાર્થી તરીકે અભ્યાસ શરૂ કર્યો . આ અભ્યાસ તેમણે ચાલુ રાખ્યો અને શિકાગો યુનિવર્સિટીમાંથી 1958 માં પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી હતી .
કોડ્લબર્ગે થોડો સમય યેલ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું . ત્યારબાદ 1967 માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગયા . કોટ્લબર્ગે પોતાના જીવન દરમિયાન મુખ્ય કાર્ય નૈતિકતા તર્કના વિકાસ સંબંધિત અભ્યાસો કર્યા છે . તેમના અભ્યાસો મુખ્યત્વે જીન પિયાજે અને જોહન ડ્યૂઈના અભ્યાસો પર આધારિત છે . તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે રહ્યા અને પોતાના મોટાભાગનાં સંશોધનો ત્યાં જ કર્યા .
1973 માં કોલબર્ગને અજ્ઞાત રોગ લાગુ પડ્યો . તેના કારણે તેઓ મહદ્અંશે કાર્ય કરવા અશક્ત બની ગયા . પરિણામે ગંભીર હતાશાથી ઘેરાઈ ગયા . 17 જાન્યુઆરી , 1987 ના રોજ હૉસ્પિટલમાંથી તેઓ ગુમ થઈ ગયા . થોડા સમય બાદ કાદવવાળી જમીનમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો . એવું માનવામાં આવે છે કે તેમણે આપઘાત કર્યો હતો .
આ પ્રકરણમાં નૈતિકતા વિકાસ અંગે પિયાજેના વિચારોને નજર સમક્ષ રાખીને કોબર્ગના નૈતિકતા તર્ક વિકાસ અંગેના પ્રારંભિક વિચારો , તેનો પ્રવર્તમાન સિદ્ધાંત અને તેની સમીક્ષા રજૂ કર્યા છે .
નૈતિકતા તર્કની સંકલ્પના :
નૈતિક વિકાસ પર બાળકોના જ્ઞાનાત્મક અને બુદ્ધિના વિકાસની ખૂબ મોટી અસર છે . નૈતિક વિકાસ માટે અન્ય પદ નૈતિકતા તર્ક વિકાસ પણ ઉપયોગમાં લેવાય છે . નૈતિકતા તર્ક એટલે ખરું કે ખોટું ? તે પ્રશ્નના જવાબ અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ વિચારક્રિયા . અર્થાત્ સામાજિક પર્યાવરણમાં વ્યક્તિ પોતે પોતાના વર્તન અંગે ખરાખોટાનો નિર્ણય કરવા પોતાના નૈતિકતા તર્કનો ઉપયોગ કરે છે . મિત્રની વસ્તુ તેને પૂછ્યા વગર લેવી કે નહીં ? મિત્રને કેન્ડીમાંથી ભાગ આપવો કે નહીં ? મિત્રએ કરેલા ખરાબ વર્તનની વિગત શિક્ષકને જણાવી દેવી કે નહીં ? વગેરે અન્યને મદદ કરવાની અને નુકસાન કરવાની પરિસ્થિતિઓ બાળકોના જીવનમાં વારંવાર આવતી હોય છે . તે પરિસ્થિતિમાં શી રીતે વર્તવું તે અંગેનો નિર્ણય લેવામાં તેનોં નૈતિકતા તર્ક તેને મદદ કરે છે .
નૈતિકતા તર્કમાં અનેક ઘટકો સમાયેલા છે . નૈતિકતા સંબંધિત વર્તન અંગે નિર્ણય લેવા માટે તેની પાસે ત્રણ કૌશલ્યો જરૂરી બને છે :
(1) બાળકોએ એ શીખવું જોઈએ કે , તેણે લીધેલ નિર્ણય અન્ય બાળકોને શી રીતે અસર કરી શકે ? ઉદાહરણ તરીકે મિત્રનું પ્રિય રમકડું તેને પૂછ્યા વગર લઈ લે તો તે મિત્રને કેવું લાગશે ?
(2) બાળકોએ શીખવું જોઈએ કે સારો મૂલ્ય નિર્ણય શી રીતે ઉપયોગમાં લેવો – કેવી રીતે વર્તવું જેથી બીજાને ખરેખર મદદ થાય ? ઉદાહરણ તરીકે ૨ મેશે શીખવું જોઈએ કે ચાર્મીની ઇચ્છા પિકચર જોવા આવવાની ન હોય તો તેને પિકચર જોવા આવવા દબાણ કરવું જોઈએ નહીં .
(3) બાળકોએ મૂલ્ય નિર્ણય અને વર્તનને અમલમાં મૂકવા માટેનાં યોગ્ય કૌશલ્યો શીખવા જોઈએ . ઉદાહરણ તરીકે શીલાનો મિત્ર ચાલતાં ચાલતાં પડી જાય અને રડવા માંડે તો શીલાએ શું કરવું જોઈએ ? શીલાને તેનાં પ્રત્યે ઘણી હમદર્દી ઉત્પન્ન થાય છે , પરંતુ તે હમદર્દી શી રીતે વ્યક્ત કરવી તેની તેને ખબર પડતી નથી . શીલાએ તેને કંઈ કહેવું જોઈઅ ? શું કહેવું ? અન્યની મદદ મેળવવા દોડી જવું જોઈએ ? કે પોતાનો રૂમાલ તેના ધાવ ૫૨ બાંધી દેવો જોઈએ ?
આમ નૈતિકતા સાથે ઘણી સંકુલતા જોડાએલી છે . આથી જ બાળકોના નૈતિક વર્તનોમાં સાતત્ય જોવા મળતું નથી .
નૈતિકતા તર્કના વિકાસ અંગે કોહ્લબર્ગનો સિદ્ધાંત :
યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી 1958 માં પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારથી નૈતિકતા વિકાસના ક્ષેત્રમાં મહત્ત્વનું પ્રદાન આપનાર તરીકે લોરેન્સ કોડ્લબર્ગ એક નામાંકિત મનોવૈજ્ઞાનિક છે .
કોલબર્ગે નૈતિકતા તર્ક વિકાસ અંગે ત્રણ સ્તરનો સિદ્ધાંત રજૂ કર્યો છે . આ પ્રત્યેક સ્તરમાં બબ્બે તબક્કાઓનો સમાવેશ કર્યો છે . અર્થાત્ તેણે નૈતિકતા વિકાસના કુલ છ તબક્કાઓ રજૂ કર્યા છે . કોડ્લબર્ગે દસથી સોળ વર્ષની વયનાં બાળકોનો બાર વર્ષ સુધી સળંગસૂત્રી અભ્યાસ કર્યો હતો . તેમાં નૈતિક રીતે અસમંજસતાપૂર્ણ દસ પરિસ્થિતિઓ અંગે પાત્રોના રૂબરૂ મુલાકાતથી પ્રતિચારો મેળવવામાં આવ્યા હતા . આ પ્રત્યેક નૈતિક અસમંજસતાપૂર્ણ કિસ્સામાં પાત્રએ નિયમો અને સત્તાની રીતે આજ્ઞાંક્તિ વર્તનો અને જરૂરિયાતો તેમજ અન્યોની સુખાકારી એ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી . આ અભ્યાસ અમેરિકા , મેક્સિકો , તાઈવાન , તુર્કી વગે૨ દેશોમાં હાથ ધરવામાં આવ્યો હતો .
1. અસમંજસતાપૂર્ણ કિસ્સાનો નમૂનો :
કોડ્લબર્ગે તેનાં પાત્રો સામે મૂકેલ અસમંજસતા પૂર્ણ કિસ્સાઓ પૈકીનો એક કિસ્સો આ પ્રમાણે છે :
યુરોપમાં એક સ્રી ખાસ પ્રકારનાં કૅન્સરના કારણે મરણ પથારીએ છે . એક દવા બનાવનાર માણસે તે કૅન્સર મટાડી શકે તેવી રેડિયમ આધારિત દવા તૈયાર કરી છે . તે દવા બનાવવા માટે તેને 400 ડોલરનો ખર્ચ થયો છે , પરંતુ તે તેમાંથી બનેલી થોડી દવાની કિંમત 4000 ડોલર કરે છે . બિમાર સ્રીનો પતિ હેન્ઝ તે દવા ખરીદવા પરિચિતો પાસેથી પૈસા એકઠા કરે છે . તે 2000 ડોલર એકઠા કરીને દવાવાળા પાસે જાય
છે . તેણે દવાવાળાને કહ્યું , તેની પત્ની મરવાની અણી પર છે . તે દવાની કિંમત ઘટાડે અથવા અડધા પૈસા બાકી રાખે . પરંતુ દવાવાળો કહે છે , “ ના મેં દવા શોધી છે , હું તેમાંથી કમાવા માગું છું ” હેન્ઝે તમામ કાયદેસરના પ્રયત્નોમાં નિષ્ફળ જતાં તેણે રાત્રે જઈ દવાની દુકાન તોડી તેમાંથી દવા મેળવી દવા તેની પત્નીને આપી .
પ્રશ્નો :
( 1 ) શું હેન્ઝે દવાની ચોરી કરવી જોઈએ ?
( 2 ) શા માટે હા ? શા માટે ના ?
( 3 ) શું હેન્ઝે દવાની ચોરી કરવાની ફરજ કે કર્તવ્ય છે ?
( 4 ) શા માટે હા , શા માટે ના ?
( 5 ) જો હેન્ઝ તેની પત્નીને પ્યાર ન કરતોં હોય તો તેણે દવાની ચોરી કરવી જોઈએ ?
( 6 ) શા માટે હા ? શા માટે ના ?
( 7 ) ધારો કે મરી રહેલ વ્યક્તિ તેની પત્ની ન હોય અને કોઈ અજાણી વ્યક્તિ હોય , તો શું હેન્ઝે દવાની ચોરી કરવી જોઈએ ?
( 8 ) શા માટે હા ? શા માટે ના ?
( 9 )શું અન્યનું જીવન બચાવવા તે જે કંઈ કરી શકે તે તેણે કરવું વ્યક્તિ માટે જરૂરી છે ?
( 10 ) શા માટે હાં ? શા માટે ના ?
( 11 ) સામાન્ય રીતે નિયમનું પાલન કરવા વ્યક્તિ જે કંઈ કરી શકે તે તેણે કરવાનોં પ્રયત્ન કરવો જોઈએ ?
( 12 ) શા માટે હા ? શા માટે ના ?
( 13 ) હેન્ઝે શું કરવું જોઈએ તેને આ હકીકતો શી રીતે લાગુ પડે છ ?
ઉ૫૨નો કિસ્સો રજૂ કરીને કોલેંબર્ગ દરેક પાત્રને ઉપરના પ્રશ્નો પૂછતોં હતો . તેમાં મુખ્ય પ્રશ્ન હતો કે શું તે માણસે જે કર્યું તે પ્રમાણે તેણે કરવું જોઈતું હતું ? શા માટે ?
કોલબર્ગને પતિ સાચો હતો કે ખોટો હતો , તે અંગેના પાત્રોના પ્રતિભાવમાં ખાસ રસ ન હતો . પરંતુ તેઓએ પોતાનો નિર્ણય શી રીતે લીધો તેનું વર્ણન જાણવામાં તેને વધુ રસ હતો . તેણે તે વર્ણન પરથી જે તે પાત્રના નૈતિકતા તર્કના બંધારણને સમજવાનો પ્રયત્ન કર્યો . પાત્રોએ આપેલાં પોતાના નિર્ણય અંગેના વર્ણનના આધારે કોલેંબર્ગે નૈતિકતા વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો છે . તેઓ એ જણાવ્યું કે નૈતિકતા તબક્કાવાર વિકાસ પામે છે . જો કે આ તબક્કાઓનો ક્રમ નિશ્ચિત છે .
કોલબર્ગનો નૈતિકતા તર્ક વિકાસ અંગેનો પ્રવર્તમાન સિદ્ધાંત :
કોડ્લબર્ગ ( 1984 ) એ નૈતિકતા વિકાસ અંગેના પોતાના સિદ્ધાંતમાં નૈતિકતા વિકાસના છ તબક્કાઓ રજૂ કર્યા છે , તેની વિગતે ચર્ચા અત્રે રજૂ કરી છે .
આ છ તબક્કાઓને તેઓએ પૂર્વપારંપરિક , પારંપરિક અને ઉત્તર પારંપરિક કક્ષાઓ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે .
1. સોપાન -1 : બાહ્ય નિયંત્રિત નૈતિકતા :
પ્રથમ સોપાન દરમિયાન બાળકોની નૈતિકતા બાહ્ય નિયંત્રિત હોય છે . બાળક આ તબક્કે એવા વર્તનને નૈતિક વર્તન માને છે , જે વર્તનને બીજા દ્વારા શિક્ષા ન થાય . કોઈ પણ વર્તન અનૈતિક એટલા માટે છે કે તેને તે વર્તન માટે શિક્ષા થાય છે અને તે વર્તનને શિક્ષા એટલા માટે થાય છે કે તે અનૈતિક છે . સારાપણું કે ખરાબપણું વર્તનના લક્ષણ તરીકે જોવામાં આવે છે . પ્રથમ તબક્કા દરમિયાન બાળક દૃઢપણે માને છે કે જેમ ઘાસ લીલું છે તે જેટલું સત્ય છે ; તેટલું જ ‘ ચોરી કરવી એ ખોટું છે ' તે સત્ય છે . બાળકને પૂછવામાં આવે કે ચોરી કરવી તે ખોટું શા માટે છે ? તેનો જવાબ માત્ર આટલો જ હોઈ શકે છે ; ‘ ‘ કારણ કે તે ચોરી છે . ”
આ તબક્કે બાળક સ્વકેન્દ્રી હોય છે . આ તબક્કે બાળકના કોઈ પણ કાર્યની પાછળનો હેતુ પીડા , નિયંત્રણ અને ચિંતાથી મુક્ત થવા માટે હોય છે . ઉદાહરણ તરીકે , સુરેશ તેનાં ભાઈ મહેશને ઘરમાંથી પૈસાની ચોરી કરતાં જોઈ જાય છે . શું સુરેશે તેની માતાને કહી દેવું જોઈએ ? આ પ્રશ્નનો જવાબ આ તબક્કાનું બાળક ‘ ના ’ આપશે . કારણ કે તે વિચારે છે કે જો કહીશ તો મહેશ તેને શિક્ષા કરશે .
અહીં બાળક માત્ર શારીરિક પરિણામોનો વિચાર કરે છે . મોટા પાસે સત્તા અને શક્તિ છે . તેને તાબે થવું જોઈએ .
2. સોપાન 2 : વૈયક્તિકતા અને વિનિમય :
આ તબક્કે બાળકો પોતાના રસની પ્રવૃત્તિઓ કરે છે , .સાથે તેવી પ્રવૃત્તિઓ બીજાઓને પણ કરવા દે છે . આ તબક્કાનાં બાળકો જાણે છે કે પોતાના વિચારોથી અન્યના વિચારો જુદા હોઈ શકે તેમજ ક્યારેક અન્યના વિચારો અને પોતાના વિચારો પરસ્પર વિરોધી પણ હોઈ શકે . અન્ય પાસેથી કંઈક મેળવવું હોય તો , અન્યોની જરૂરિયાતોને સ્વીકારવી જોઈએ અને તેના યોગ્ય પ્રતિભાવ આપવો જોઈએ .
આમ , આ તબક્કે બાળકો અન્ય તરફથી કંઈક બદલો મેળવવાના ઇરાદાથી વર્તન કરે છે . જો બાળકને કોઈ વર્તન પોતાની જરૂરિયાતો સંતોષવામાં મદદ કરનારું જણાય તો તે વર્તનને તે સારું વર્તન ગણે છે .. આપણી ચર્ચાના ઉદાહરણમાં સુરેશ વિચારશે કે ‘ ‘ મારે મમ્મીને ન કહેવું જોઈએ , ક્યારેક હું પણ ખોટું કરતા હોઉં છું , મહેશ મારા પર ખીજાય તેવું મારે ન કરવું જોઈએ . ’
3. સોપાન –૩ : પરસ્પર અપેક્ષાઓ અને આંતરવૈયક્તિક સ્વીકૃતિ :
આ તબક્કે પારંપરિક નૈતિકતા તર્કનો પ્રારંભ થાય છે . હવે બાળકોનું વર્તન માત્ર સત્તાના ભયને કારણે કે માત્ર સુખોપભોગ માટે હોતું નથી . હવે બાળકો પરસ્પર વિશ્વાસ અને વફાદારી પર આધારિત સંબંધોને મહત્ત્વ આપે છે . હવે અન્ય લોકોને પોતાના કોઈ ચોક્કસ ધ્યેયને સિદ્ધ કરવા માટે હસ્તપયોજનની કોઈ વસ્તુ તરીકે જોવામાં આવતા નથી . હવે તે અન્યોની દરકાર કરે છે . અન્ય લોકો પ્રત્યેની પોતાની જવાબદારીને સમજીને પોતાનાં વર્તનો કરે છે . આવા જવાબદારીવાળાં વર્તનોને તેઓ નૈતિક વર્તનો માને છે . તેઓનો પ્રયત્ન સારા વ્યક્તિઓ દેખાવાનો હોય છે . વૈયક્તિક રસો ગૌણ બની જાય છે . પારસ્પરિક સંમતિને વધુ પ્રાધાન્ય અપાય છે . તરુણમાં દરેક બાબતને અન્યના દષ્ટિબિંદુથી જોવાની ક્ષમતાનો વિકાસ એઁ નૈતિકતાનો વિકાસ છે . આ તબક્કે સુરેશ વિચારે છે કે ‘ ‘ મારે મમ્મીને કહી દેવું જોઈએ , નહીંતર મમ્મી મારા વિષે ખરાબ ધારણા કરશે . અહીં સારું કે ખરાબનો માપદંડ માત્ર શિક્ષા કે સંતોષ નથી , પરંતુ કુટુંબનાં ધોરણો છે .
4. સોપાન -4 : સામાજિક તંત્ર :
આ તબક્કો પણ પારંપરિક નૈતિકતા તર્કનો છે , પરંતુ ત્રીજા તબક્કા કરતાં વધુ વિકસિત છે . આ તબક્કે વ્યક્તિ પ્રત્યક્ષ રીતે કોઈ અન્ય વ્યક્તિ સાથેની આંતરક્રિયાનો વિચાર કરવાનાં બદલે અમૂર્ત રીતે સમગ્ર સમાજનો વિચાર કરે છે . અત્યારે સમાજ અંગેની અમૂર્ત સમજ વિકસી હોય છે . અત્યારે પણ તે વૈયક્તિક સબંધોને મહત્ત્વ આપે છે , પરંતુ તે સંબંધોને સમાજની કાયદાકીય , ધાર્મિક કે સામાજિક પ્રણાલીના સંદર્ભમાં સમજવા પ્રયત્ન કરે છે . સામાજિક જવાબદારીઓ નિભાવવી , કાયદો જાળવવો , સમાજ અને તેની સંસ્થાઓમાં કંઈક પ્રદાન આપવું તેને નૈતિકતા ગણવામાં આવે છે . વ્યક્તિ કર્તવ્યપાલન અને સામાજિક પ્રણાલી જળવાય તે રીતે વર્તે છે . અસામાજિક વર્તનોને ખોટાં માનવામાં આવે છે , કારણકે જો બધાં જ લોકો અસામાજિક વર્તનો કરવા માંડે તો સમગ્ર સામાજિક તંત્ર નાશ પામે . ચર્ચા નીચેના ઉદાહરણમાં સુરેશ વિચાર છે કે "સામાજિક ધો૨ણો પ્રમાણે ચોરી કરવી યોગ્ય નથી."
અર્થાત્ લોકો પોતાના વર્તનને પ્રવર્તમાન નિયમો દ્વારા સ્વીકૃતિના સંદર્ભમાં યોગ્યઅયોગ્ય ગણે છે .
5. સોપાન -5 : સામાજિક કરાર :
આ તબક્કો ઉત્તર પારંપરિક નૈતિકતા તર્કનો તબક્કો છે . આ તબક્કે નૈતિકતા અંગેની માન્યતામાં લવચિકતા આવે છે ; જે અગાઉના સોપાનોમાં ન હતી . કોઈ વર્તન સારું છે કે ખરાબ , સાચું છે કે ખોટું તે વ્યક્તિ અને સત્તા વચ્ચેની પારસ્પરિક સંમતિથી નક્કી કરવામાં આવે છે , માત્ર સત્તાના આંધળા અનુસરણથી નહીં . અર્થાત્ આ અવસ્થામાં વ્યક્તિ પાયાનો પ્રશ્ન પૂછે છે કે , નિયમોનું પાલન કરવું શા માટે જરૂરી છે ? સમાજ નિયમો શી રીતે નક્કી કરે છે ? તેઓ સમજે છે કે , જો સમાજમાં આવું તાર્કિક રીતે વિચારનારા લોકોનું જૂથ હશે , તો પરસ્પર ફાયદો થાય એવો સમાજ રચાશે . આવા સમાજમાં નિયમોની રચના અને તેનાં બંધન અંગે સારી પ્રક્રિયાનું નિર્માણ થશે .
આ તબક્કે લોકો સમજે છે કે નિયમોનું પાલન કરવું જરૂરી છે , કારણ કે તે સામાજિક કરારોમાંથી નિપજ્યા છે , અને તે સમાજ અને સમાજની પ્રત્યેક વ્યક્તિને લાગુ પડે છે . આ લોકો સામાજિક પ્રતિબદ્ધતા અંગે જાગૃત હોય છે અને તેને માટે તત્પર પણ હોય છે , પરંતુ નિયમો અને સામાજિક પ્રતિબદ્ધતા સમજ્યા વગર સ્વીકારી લેવામાં આવતા નથી .
અહીં લોકો એ જુએ છે કે નિયમોનું પૂરેપૂરું પાલન થવું જોઈએ , પરંતુ જો તેનાથી વ્યક્તિનું આંતરિક મૂલ્ય કે પ્રતિષ્ઠાની અવગણના થાય અથવા તાર્કિક સામાજિક કરારનો ભંગ થાય છે તેવું જણાય તો નિયમ , સમગ્ર સામાજિક માળખું કે ધાર્મિક પ્રણાલીનો ત્યાગ કરવામાં આવશે . આ તબક્કે વિચારનારાઓ માટે સામાજિક તંત્રનું મહત્ત્વ છે , પરંતુ નૈતિક રીતે સાચું શું તે નક્કી કરવાની આખરી સત્તા સમાજ પાસે છે તેવું સ્વીકારતા નથી . સમાજોનું પણ નૈતિકતાના આધારે મૂલ્યાંકન કરવું જરૂરી બને છે .
6. સોપાન -6 : સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો :
છઠ્ઠા તબક્કા સુધી બહુ જ ઓછા લોકો પહોંચી શકે છે . કારણ કે અહીં વ્યક્તિ પોતે જ અંતિમ ધ્યેયના તબક્કામાં હોય છે . તેઓ એવું સ્વીકારે છે કે , વ્યક્તિઓનો અંત છેવટે પોતાની જાતમાં જ હોય છે . અહીં વિશ્વના સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોનો સ્વીકાર થયો હોય છે . વ્યક્તિ નૈતિક સિદ્ધાંતોના એટલા ઉચ્ચ સ્તરે પહોંચ્યો હોય છે કે , તેને માટે માનવ અધિકારોની સમાનતા અને તેનું ગૌરવ સૌથી વધુ મહત્ત્વનું છે . સહુને માટે સમાન ન્યાયની પ્રતિબદ્ધતા તેને માટે સર્વોપરી છે . તેઓ કાયદાઓમાં થતાં અન્યાય અને અન્યાયી કાયદાઓના ઉલ્લંઘન માટે પોતાની જાતને પણ દાવ પર લગાવી દે છે . મહાત્મા ગાંધીજી આ તબક્કાને સમજવા માટેનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય .
Post a Comment