Teble

એરિકસનનો પરિચય  : 



15 મી જૂન 1902 ના રોજ જર્મનીના ફ્રેન્કફર્ટમાં એરિક એરિક્સન ( Erik Erikson ) નો જન્મ થયો હતો . તેમના જન્મ પહેલાં જ તેમના માતા - પિતા છૂટા પડી ગયા હતા . તેમની માતા , કાર્લા અબ્રાહમસેને ત્રણ વર્ષ સુધી એકલા હાથે તેમનો ઉછેર કર્યો . પછી તેમની માતાએ બાળ ચિકિત્સક ડૉ . થ્રોડર હમ્બર્જર સાથે લગ્ન કરી લીધા . માતા અને અપર પિતાએ તેમને તેમના મૂળ પિતા વિશે કોઈ માહિતી આપી ન્હોતી . માધ્યમિક શાળાના અભ્યાસ પછી તેઓ ચિત્રકાર બનવા માગતા હતા . તે માટે તેઓ ચિત્રની તાલીમ લેતા હતા . તેમાંથી નવરાશ મળે ત્યારે તેઓ યુરોપના દેશોની સફરે નીકળી જતા . પચીસ વર્ષની ઉંમરે એક મિત્રે તેમને શિક્ષક બનવાની સલાહ આપી . પરિણામે તેઓ ફ્રોઈડની પુત્રી અન્ના ફ્રોઈડના મિત્રની શાળામાં ચિત્ર - શિક્ષક તરીકે જોડાયા . શિક્ષક તરીકેની આ નોકરી દરમિયાન અન્ના ફ્રોઈડે તેમનું મનોવિશ્લેષણ પણ કર્યું . આ સમયગાળા દરમિયાન જ તેમણે મોન્ટેસરી શિક્ષણની તાલીમ લીધી અને વિયેના સાયકોએનાલિટિક સોસાયટીમાંથી બાળ મનોચિકિત્સકનો સર્ટિફિકેટ કોર્સ કર્યો . 1929 માં તેમણે કેનેડિયન નૃત્ય શિક્ષિકા જોન સર્સન સાથે લગ્ન કર્યા . પછી 1933 થી બોસ્ટનની હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં સ્વતંત્ર રીતે બાળ મનોવિશ્લેષક તરીકે કાર્ય કર્યું . ત્યાં પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકો કર્ટ લેવિન અને હેરી મુરે તથા પ્રસિદ્ધ નૃવંશશાસ્રીઓ રૂથ બેનેડિક્ટ , માર્ગારેટ મીડ અને ગ્રેગરી બેટસન સાથે તેમની મુલાકાત થઈ . જેના કારણે તેઓ સંશોધન કરવા માટે વધુ પ્રેરિત થયા . 

આ પ્રકરણમાં શરૂઆતમાં એરિકસને આપેલા મનઃ સામાજિક વિકાસની આઠ અવસ્થાઓનો સારાંશ આપવામાં આવ્યો છે . ત્યાર બાદ પ્રાથમિક શાળાના વર્ષો તેમજ તરુણાવસ્થા દરમિયાનની વિકાસ અવસ્થાઓની વિગતે ચર્ચા રજૂ કરવામાં આવી છે . અંતમાં , સામાજિક વિકાસની વિગતો આપવામાં આવી છે . 

એરિક - એરિકસના મનઃસામાજિક વિકાસની આઠ અવસ્થાઓ : 


એરિકસને રજૂ કરેલા મનો : સામાજિક વિકાસની અવસ્થાઓ આ પ્રમાણે છે :
( 1 ) વિશ્વાસ – અવિશ્વાસ ( trust – mistrest ) 
( 2 ) સ્વાયત્તતા – શરમ ( Autonomy – shame - oblicdoubt ) 
( 3 ) પહેલ કરવી – અપરાધભાવ ( Initiative - guilt ) 
( 4 ) પરિશ્રમ – લઘુતા ( Industry – Inferiority ) 
( 5 ) ઓળખ – ભૂમિકા મૂંઝવણ ( Identity – confusion )
( 6 ) ગાઢ સંબંધ – વિખૂટાપણું ( Intimacy  Isolation ) 
( 7 ) વ્યાપકતા – સ્થગિતતા ( Generativity – Stagnation ) 
( 8 ) નિરાશા - પરિપૂર્ણતા ( Ego intergrity – despair ) 

  આ પ્રત્યેક વિકાસ અવસ્થાનોં ટૂંકો પરિચય અત્રે આપવામાં આવ્યો છે . 

1. વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ ( જન્મથી 12 − 18 માસ ) : 

શિશુ પ્રથમ વર્ષ દરમિયાન ખોરાક , કપડા પહેરવા , બહાર જવું વગેરે બાબતમાં બીજા પર આધારિત હોય છે . માતાપિતા તેને ઝુલાવે છે , તેની સાથે વાતો કરે છે , રમે છે . આ આંતરક્રિયા તેનાં આગળના જીવનનાં વલણોને નક્કી કરે છે . જો શિશુની શારીરિક અને સાંવેગિક જરૂરિયાત સંતોષાય તો , તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ મૂકતા શીખે છે . જો ન સંતોષાય તો તેની આસપાસના લોકો અને વસ્તુઓ ૫૨ અવિશ્વાસ ઊભો થાય છે અને ભયભીત બને છે .

2. સ્વાયત્તતા વિરુદ્ધ શરમ ( 18 માસથી 3 વર્ષ ) : 

બીજા અને ત્રીજા વર્ષ દરમિયાન જ્યારે બાળક ચાલતાં , બોલતાં શીખે છે અને પોતાની જાતે કામ કરે છે ત્યારે માતાપિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્ત પાલનના આગ્રહમાં સાતત્ય બાળકમાં સ્વાયત્તતા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદ કરે છે , પરંતુ જ્યારે માતાપિતા વધુ પડતું રક્ષણ આપનારા , શિસ્ત પાલનના આગ્રહમાં અસાતત્ય દર્શાવનારા , કે ઓછી સ્વીકૃતિ આપનારા હોય ત્યારે બાળક શંકાશીલ બને છે અને પોતા માટે શરમ અનુભવે છે . 

3. પહેલ કરવી વિરુદ્ધ અપરાધભાવ ( 3 વર્ષથી છ વર્ષ ) : 

આ સમયગાળામાં બાળક અજાણી જગ્યા શોધવી , નવા લોકોને જાણવા , રખડવું વગેરે માટે તૈયાર થઈ જાય છે . માબાપ તરફથી આ શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેનાંમાં પહેલ કરવાની વૃત્તિ વિકાસ પામે છે , પરંતુ માતાપિતા તેને તેમાં અવરોધ કરે તો બાળક જ્યારે જ્યારે સ્વતંત્ર કામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અપરાધભાવ અનુભવ છે .

4. પરિશ્રમ વિરુદ્ધ લઘુતા : 

બાળકો 6 થી 12 વર્ષ સુધીમાં પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતાં શીખી જાય છે . જો તેને પ્રોત્સાહન મળે તો બાળકમાં પરિશ્રમની કે ઉદ્યમની ભાવના વિકસે છે , સમસ્યા ઉકેલવામાં અને કાર્ય પૂર્ણ કરવામાં આનંદ અનુભવ છે , બુદ્ધિપૂર્ણ ઉદ્દીપકો લઘુતાગ્રંથિ , નિષ્ફળતા અને બિનકાર્યક્ષમતા શોધે છે . જો તેમ ન થાય વિકસે છે . 

5. ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ ( તરુણાવસ્થા , 12 થી 18 વર્ષ ) : 

'12 થી 18 વર્ષના સમયગાળામાં જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે અને તરુણ પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે . તેણે પૂર્વે કરેલા અનુભવોને અહમ્ની ઓળખ માટે સુગ્રથિત કરવા પડે છે . જો તે પોતાની એક ઓળખમાં તમામ ભૂમિકાઓને સુગ્રથિત ન કરી શકે તો પોતે ભજવવાની ભિન્ન ભૂમિકાઓ વચ્ચે ગૂંચવણ અનુભવે છે . 

6. ગાઢ સંબંધ વિરુદ્ધ વિખૂટાપણું ( પૂર્વ પુખ્તાવસ્થા ) : 

જો વ્યક્તિ નજીકના સંબંધની લાગણી પ્રાપ્ત કરી શકે તો અન્ય વ્યક્તિઓ સાથે નજીકના સંબંધો કેળવી શકે અને બીજા સાથે વિનિયોગ કરી શકે . જો તેમાં નિષ્ફળતા મળે તો વ્યક્તિ એકલતાવાદી બને છે . પોતાનું કોઈ નથી કે જેના પર તે આધાર રાખી શકે તેવી ભાવના વિકસે છે . . 

7. સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા – સ્વકેન્દ્રિતતા ( મધ્ય પુખ્તાવસ્થા ) : 

મધ્યવયે વ્યક્તિનું સમાજ પ્રત્યેનું દૃષ્ટિબિંદુ સ્થિર થયું હોય છે . અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારનાર ઉત્પાદક અને સુખી બને છે . તેમાં નિષ્ફળ જનાર સ્વકેન્દ્રિત બને છે . 

8. પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા ( ઉત્તર પુખ્તાવસ્થા ) : 

વ્યક્તિનું જીવન જો સંતોષપ્રદ હોય અને પોતાની તથા અન્યો સાથે એકાત્મકતાની લાગણી પ્રાપ્ત કરી હોય તો તેની વૃદ્ધાવસ્થા આનંદપૂર્ણ રીતે પસાર થાય . પરંતુ જો તે અનુભવતી હોય કે તેનું જીવન નિષ્ફળતાઓથી ભરેલું છે , તો નિરાશા અનુભવે છે .

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...