1. શારીરિક ભિન્નતા :
જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે શારીરિક દષ્ટિએ આકાર , કદ , ઊંચાઈ , વજન વગેરેમાં તફાવતો જોવા મળે છે . આ ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે લોહીનું ગ્રુપ , લોહીના ઘટકોનું પ્રમાણ , શારીરિક પરિપક્વતા , શ્વાસોચ્છવાસ અને નાડીના ધબકારાનું પ્રમાણ વગેરેમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે . શારીરિક તફાવતોમાં કેટલાક નાના - મોટા , સુંદર - કદરૂપા , પાતળા – જાડા વગેરે પ્રકારના માણસો જોવા મળે છે . કેટલાક મનોવૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર વ્યક્તિની શારીરિક આકૃતિ તેની માનસિક વૃત્તિઓ પર પણ અસર કરે છે . કેટલાક મનોવૈજ્ઞાનિકોના મતાનુસાર વધુ ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ કરતાં વધુ પ્રભાવશાળી હોય છે .
2. માનસિક વિભિન્નતા :
બુદ્ધિ કે માનસિક વિકાસની દૃષ્ટિએ પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ભિન્નતાનાં દર્શન થાય છે . કોઈ વ્યક્તિ અતિ પ્રતિભાશાળી , જોવા મળે છે કોઈક મૂર્ખ કે માનસિક પછાત પણ દેખાય છે . બધાં બાળકોની બુદ્ધિશક્તિ એકસરખી હોતી નથી . મોટાભાગની વ્યક્તિઓ 90 થી 120 વચ્ચેનો બુદ્ધિઆંક ધરાવતી હોય છે . તીવ્રબુદ્ધિશાળી કે મંદ બુદ્ધિવાળા લોકોની સંખ્યા સમાજમાં અતિ અલ્પ હોય છે . એટલું જ નહિ પણ જુદી જુદી અવસ્થાઓ - શિશુ અવસ્થા , કિશોર અવસ્થા અને તરુણાવસ્થાનાં બાળકોમાં પણ માનસિક તફાવતો જોવા મળે છે .
3. ગતિ ભિન્નતા :
કેટલીક વ્યક્તિઓની કાર્ય કરવાની ઝડપ વધુ હોય છે અને કેટલીક વ્યક્તિઓમાં ઓછી હોય છે . કેટલીક વ્યક્તિ કાર્ય કરવામાં અતિકુશળતા બતાવે છે , તો સામે પક્ષે કેટલીક વ્યક્તિઓ અતિમંદ રીતે કાર્ય કરે છે . આ રીતે જોતાં ગતિપ્રેરક પ્રવૃત્તિઓમાં પણ તફાવતો જોવા મળે છે .
4. સ્વભાવગત તફાવતો :
કેટલીક વાર એવું જોવામાં આવ્યું છે કે બાળકોમાં સ્વભાવગત તફાવતો પણ હોય છે . કેટલાંક બાળકો અતિ ઉગ્ર સ્વભાવનાં હોય છે , કેટલાંક અતિ નમ્ર અને વિવેકી હોય છે . કેટલાંક ચીડિયા હોય છે અને કેટલાંક સ્થિતપ્રજ્ઞ પણ જોવા મળે છે .
5. સાંવેગિક તફાવતો :
વ્યક્તિ – વ્યક્તિ વચ્ચે સાંવેગિક તફાવતો પણ જોવા મળે છે . દરેક વ્યક્તિની સાંવેગિક મનોદશા એકસરખી હોતી નથી . કોઈ ક્રોધી , કોઈ ઉદા ૨ , કોઇ ધીરજવાન , કોઇ અતિ લાગણીશીલ કોઇ હસમુખા અને પ્રસન્નતા યુક્ત , કોઇ ઉદાસ એવી વ્યક્તિઓ જોવા મળે છે . કેટલીક વ્યક્તિઓ વાતાવરણમાં લાગણીના પૂરમાં તણાઈ જતી જોવા મળે છે , જ્યારે કેટલીક વ્યક્તિઓ સાંવેગિક સમતુલન જાળવી શકે છે .
6. રુચિભિન્નતા :
દરેક વ્યક્તિની રુચિ એકસરખી હોતી નથી . કેટલીક વ્યક્તિઓને સંગીતમાં , કોઈને ચિત્રકલા કે કોઈને સાહિત્યમાં રુચિ હોય છે . કેટલાક રમતગમત પ્રત્યે વિશિષ્ટ રુચિ ધરાવે છે . પ્રત્યેક વ્યક્તિની રુચિમાં તેની ઉંમરની વૃદ્ધિ સાથે પણ પરિવર્તનો આવે છે . બાળકોની રુચિ કરતાં વયસ્કોની રુચિમાં તફાવતો જોવા મળે છે . છોકરાઓ , છોકરીઓ અને પુરુષ – સ્રીઓની રુચિમાં પણ તફાવતો જોવા મળે છે .
7. વિચારોમાં ભિન્નતા :
તદ્ન એકસરખા વિચારો ધરાવતી વ્યક્તિઓ મળવી દુર્લભ હોય છે . દરેક વ્યક્તિને પોતાની આગવી વિચારસરણી હોય છે . કેટલીક વ્યક્તિઓ ઉદારમતવાદી હોય છે , કેટલીક સંકુચિત વિચારસરણીવાળી હોય છે . કેટલાક લોકો આધ્યાત્મિક અને નૈતિક વિચાર ધરાવનાર હોય છે . ઉંમર વધવાની સાથે પણ વિચારસરણીમાં પરિવર્તન થતું જોવા મળે છે . આથી જુદી જુદી વ્યક્તિઓમાં જાતિ , ઉંમર અને • ‘ પરિપક્વતા અનુસાર વૈચારિક ભિન્નતા જોવા મળે છે .
8. શીખવાની ક્રિયામાં વિભિન્નતા :
શીખવાની ક્રિયામાં પણ વ્યક્તિ - વ્યક્તિ વચ્ચે તફાવત જોવા મળે છે . કેટલાંક બાળકો ખૂબ ઝડપથી તો કેટલાંક બાળકો ધીમે ધીમે શીખે છે . કેટલાંક બાળકોની ગ્રહણશીલતા વધુ હોય છે જ્યારે કેટલાંક બાળકોની ગ્રહણશીલતા ઓછી હોય છે .
9. ચારિત્ર્યમાં ભિન્નતા :
ચારિત્ર્યની દષ્ટિએ પણ વ્યક્તિઓમાં વિભિન્નતાઓ જોવા મળે છે . વ્યક્તિના ચારિત્ર્ય પર ઘણી બાબતોની અસરો પડતી હોય છે . વ્યક્તિના ચારિત્ર્ય ઘડતરમાં પરિવાર , શાળા , પડોશીઓ , મિત્રવર્તુળ , સમૂહ માધ્યમો , વગેરેનો પ્રભાવ પડતો હોય છે . આથી કેટલીક વ્યક્તિઓનું ચારિત્ર્ય ઉચ્ચ પ્રકારનું હોય છે , કેટલીક વ્યક્તિઓ નિમ્ન પ્રકારનું ચારિત્ર્ય ધરાવતી હોય છે .
10. વિશિષ્ટ શક્તિઓમાં તફાવત :
જુદી જુદી વ્યક્તિઓમાં જુદી જુદી વિશિષ્ટ શક્તિઓ અથવા અભિયોગ્યતાઓ હોય છે . કોઈકમાં યાંત્રિક શક્તિ , કોઈકમાં સંગીતતો કોઈકમાં ચિત્રકલા જેવી સર્જનાત્મક શક્તિઓ હોય છે . આ વિશિષ્ટ શક્તિઓમાં પણ ભિન્નતા જોવા મળે છે . બધા ચિત્રકારો એક સરખા હોતા નથી . સંગીતકારોની શક્તિઓમાં કે તેમની કલાનિપુણતામાં તફાવત જોવા મળે છે . એક જ રમત રમતા ખેલાડીઓની શારીરિક શક્તિઓમાં પણ ભિન્નતા જોવા મળે છે .
11. વ્યક્તિત્વમાં ભિન્નતા :
વ્યક્તિની દૃષ્ટિએ જુદી જુદી વ્યક્તિઓમાં તફાવતો જોવા મળે છે . કેટલીક વ્યક્તિઓ અંતર્મુખી હોય છે અને કેટલીક બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે . કેટલાક સામાન્ય વ્યક્તિત્વ ધરાવે છે જ્યારે કેટલીક વ્યક્તિઓ અસાધારણ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે . કેટલીકવાર વ્યક્તિ પોતાની શક્તિઓથી નહિ , પરંતુ , વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરી શકે છે . આમ , જુદી જુદી વ્યક્તિઓના વ્યક્તિત્વમાં ભિન્નતા જોવા મળે છે .
12. વલણોમાં ભિન્નતા :
વ્યક્તિ તેના જીવન સાથે સંકળાયેલા વિવિધ માનસિક ઉદ્દીપકો પ્રત્યે ઓછો કે વધુ અંશે હકારાત્મક કે નકારાત્મક લાગણી ધરાવે છે , જેને તે વ્યક્તિનું તે બાબત પ્રત્યેનું વલણ કહેવાય , જુદીજુદી વ્યક્તિઓને ધર્મ , પ્રાર્થના , પક્ષ , સંસ્થા , વિચાર , આદર્શ , રમતગમત , વ્યવસાય , આહાર , દહેજ , બાળમજૂરી , લોકશાહી વગેરે પ્રત્યે જુદાં જુદાં વલણો હોઈ શકે . વલ સંસ્કાર , કેળવણી , વાતાવરણ , વારસા વગેરે પર આધાર રાખે છે .
13. મૂલ્યોમાં ભિન્નતા :
દરેક વ્યક્તિનાં મૂલ્યો પણ ભિન્ન હોય છે . એક જ વ્યક્તિને જુદી જુદી બાબતો પ્રત્યે વધારે કે ઓછું મૂલ્ય હોઈ શકે , કોઈ એક બાબત પ્રત્યે પણ જુદી જુદી વ્યક્તિઓનાં મૂલ્યો ભિન્ન હોય છે . લોકશાહી , કુટુંબપ્રેમ , ગરીબોની સેવા , પર્યાવરણપ્રેમ , શિક્ષણ , ધનપ્રાપ્તિ વગેરે અંગે ભિન્ન મૂલ્યો ધરાવતી વ્યક્તિઓ સમાજમાં હોય છે . તે જ રીતે ચોરી કરવી , અસત્ય બોલવું , હિંસા , અસ્પૃશ્યતા વગેરે અંગે પણ ભિન્ન મૂલ્યો તેઓ ધરાવે છે .
14. સાહજિક વૃત્તિઓમાં ભિન્નતા :
દરેક અધ્યેતામાં સાહજિક વૃત્તિઓ તો હોય જ . અધ્યેતાનું કોઈ પણ વર્તન સાહજિક વૃત્તિઓથી પ્રેરાયેલું હોય છે . કેટલાક અધ્યેતાઓમાં જિજ્ઞાસાવૃત્તિ વધુ હોય છે તો કેટલાકમાં સંગ્રહવૃત્તિ . કેટલાકમાં લડાયકવૃત્તિ વધુ હોય છે , તો કેટલાકમાં આત્મસ્થાપનવૃત્તિ . આમ , વૃત્તિઓની બાબતમાં પણ ભિન્નતા જોવા મળે છે .
15. સામાજિક ભિન્નતા :
વ્યક્તિનો સામાજિક વિકાસ પણ તદ્દન એકસરખી ઢબે થતો નથી . કેટલીક વ્યક્તિઓ મિલનસાર હોય છે , તો કેટલાંક અતડી હોય છે . કેટલીક સજ્જન હોય છે , તો કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓમાં રત હોય છે . કેટલીક સામાજિક કર્તવ્ય અંગે સભાન અને સક્રિય હોય છે , તો કેટલીક તેનાથી બેખબર હોય છે . શાળામાં પણ કોઈ બાળક અતડું હોય છે , તો કોઈ સંકોચ વિનાનું અને મિલનસાર હોય છે . આ બધી ભિન્નતાઓ સામાજિક કારણોને લીધે છે .
16. સિદ્ધિ ( જ્ઞાનલબ્ધિમાં ) ભેદ :
સિદ્ધિ એટલે સફળતા આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિમાં જુદી - જુદી અભિયોગ્યતાનું પ્રમાણ ભિન્ન - ભિન્ન હોય છે . વળી દરેકની અભિરુચિ પણ ભિન્ન - ભિન્ન હોય છે . વ્યક્તિમાં કોઈ એક બાબતને લગતી ઊંચી અભિયોગ્યતા હોય અને તે જ બાબતમાં પૂરતી અભિરુચિ હોય તો વ્યક્તિ બાબતમાં ઊંચી સિદ્ધિ મેળવે છે . ' ધારો કે એક વ્યક્તિની આંતરિક અભિયોગ્યતા ઊંચી છે અને તેને યંત્રવિષયક કાર્યોમાં રસ હોય તો યંત્રવિજ્ઞાન અંગે ઉચ્ચતર કક્ષાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે . આમ કોઈ વ્યવસાય , પ્રવૃત્તિમાં કે કાર્યમાં વ્યક્તિની સિદ્ધિનો આધાર તેની અભિયોગ્યતા તથા અભિરુચિ પર છે . આથી અભિયોગ્યતાની ભિન્નતા અને અભિરુચિની ભિન્નતાને કારણે વ્યક્તિની જે તે બાબતમાં સિદ્ધિની ભિન્નતા સર્જાય છે . આમ વ્યક્તિ - વ્યક્તિ વચ્ચે સિદ્ધિની કક્ષા બાબતમાં પણ ભિન્નતા જોવા મળે છે .
Post a Comment