Teble

રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વિગોવ્સ્કીનો પરિચય : 
લેવ સેમિયોનોવિચ વિગોવ્સ્કીનો જન્મ બેલેરશિયા ( પશ્ચિમ રશિયા ) માં 1896 માં થયો હતો . તેમણે કાયદાની સ્નાતક પદવી મોસ્કો યુનિ.માંથી મેળવી હતી . પ્રારંભમાં તેમને સાહિત્યના શિક્ષણમાં વધુ રસ હતો . સ્નાતક થયા બાદ વિવિધ સંસ્થાઓમાં શિક્ષણકાર્ય કર્યું તેમનું પ્રથમ સંશોધન કલાત્મક સર્જન પર હતું . પરંતુ તેમની કારકિર્દીમાં 1924 થી આમૂલ પરિવર્તન આવ્યું . હવે તેમણે એલેકઝાન્ડર લ્યુરિયા અને એલેક્સી લિયોન્ટિવ સાથે કામ શરૂ કરીને મનોવૈજ્ઞાનિક તરીકે કારકીર્દી શરૂ કરી . તેમણે વિકાસાત્મક મનોવિજ્ઞાન શિક્ષણ અને ( Psycho - Pathology ) ના ક્ષેત્રમાં સંશોધનો શરૂ કર્યા . તેમણે દસ વર્ષ સુધી ખૂબ જ ઉત્પાદન કાર્ય કર્યું . પરંતુ 1934 માં ટી.બી.ના દર્દના કારણે ખૂબ નાની વયે અવસાન થયું . 

જ્ઞાનાત્મક વિકાસ પર અસર કરતાં પરિબળો :

 વિગોવ્સ્કીએ જ્ઞાનાત્મક વિકાસમાં જે સમાજ અને સંસ્કૃતિનું મહત્ત્વ સ્વીકાર્યું છે તે સમાજ અને સંસ્કૃતિનાં મુખ્ય બે પરિબળો : ( 1 ) ભાષા અને અંગત બોલી તથા ( 2 ) પુખ્તો અને સમવયસ્કોની ભૂમિકાની જ્ઞાનાત્મક વિકાસ પર અસર અંગેના અભ્યાસો કર્યા છે . આ બન્ને પરિબળોની જ્ઞાનાત્મક વિકાસ સાથેના સંબંધની ચર્ચા અત્રે કરી છે . 

1. ભાષા અને અંગત બોલી : 
ભાષા એ જ્ઞાનાત્મક વિકાસ માટે ખૂબ જ અગત્યનું સાધન છે . તે વિચારોને વ્યક્ત કરવવાનું અને પ્રશ્નો પૂછવાનું સાધન પૂરું પાડે છે , વિચારો માટે કક્ષાઓ અને ખ્યાલો પૂરા પાડે છે , ભૂત અને ભવિષ્ય વચ્ચેનો સેતુ પૂરો પાડે છે . જ્યારે આપણે સમસ્યા અંગે વિચારીએ છીએ ત્યારે સામાન્ય રીતે શબ્દોમાં અને અંશતઃ વાક્યોમાં વિચારીએ છીએ . વિગોવ્સ્કી માને છે કે હકીકતમાં તો અંગત બોલીના સ્વરૂપમાં ભાષા જ્ઞાનાત્મક વિકાસને દોરે છે . 
સામાન્ય રીતે બાળકો રમત સમયે પોતાની સાથે વાતો કરતાં હોય છે . પિયાજેએ બાળકની આ સ્વ - વાતચીત ( Self directed talk ) ને અહમ્ કેન્દ્રિત બોલી ( egocentric speech ) નામ આપ્યું છે . તે માને છે કે આ અહમ્ કેન્દ્રિત બોલી એ નાનાં બાળકો આ વિશ્વને અન્યોની આંખે જોતા નથી તેની સાબિતી છે . જ્યારે તેઓ પરિપક્વ થાય છે , ખાસ કરીને તેનાં સમવયસ્કો સાથે વિચારભેદ થાય છે , ત્યારે બાળકોમાં સામાજિક બોલી ( Social speech ) નો વિકાસ થાય છે . તેઓ સાંભળતા અને વિચારોની આપલે કરતાં શીખે છે .

વિગોવ્સ્કી આ અંગત બોલી કે સ્વ – વાતચીતને તેનાંથી જુદી રીતે સમજાવે છે . આ ગણગણાટ તેઓના જ્ઞાનાત્મક વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે . તેનાં દ્વારા બાળકો તેઓના વર્તન અને વિચારોને માર્ગદર્શન આપવા પોતાની જાત સાથે પ્રત્યાયન કરે છે . ખાસ કરીને 4 થી 5 વર્ષનું બાળક કોમ્બીનો કે પઝલ્સની રમત એકલું રમતું હોય , ત્યારે તે ગણગણાટ કરતું સંભળાય છે , ‘ ‘ ના , તે બરાબર બંધ બેસતું નથી , તે અહીં લાવ ... , કદાચ અહીં લાગુ પડશે ... ' જેમ બાળક પરિપક્વ થાય છે , તેમ તેની આ સ્વગત વાતચીત મૂક થતી જાય છે . પ્રથમ જે બોલીને ગણગણાટ કરતું હતું.તે પછી અસ્પષ્ટ ગણગણાટ કરે છે અને પછી માત્ર હોઠનું મૂક હલનચલન જ થાય છે . આખરે બાળકો માત્ર માર્ગદર્શક શબ્દો જ વિચારે છે . આ સ્વગત - વાતચીત 5 થી 7 વર્ષ દરમિયાન સૌથી મહત્તમ માત્રામાં હોય છે . ધીમે ધીમે 9 વર્ષ સુધીમાં અદૃશ્ય થઈ જાય છે . તેજસ્વી બાળકોમાં આ ફેરફારો વહેલા પૂરા થાય છે . 

વિગોવ્સ્કીએ આ સાંભળી શકાય તેવી અંગત બોલીથી મૂક આંતરિક બોલી સુધીના ફેરફારને જ્ઞાનાત્મક વિકાસની પાયાની પ્રક્રિયા તરીકે ઓળખાવી છે . આ પ્રક્રિયાથી બાળક ભાષાનો ઉપયોગ અગત્યની જ્ઞાનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે ધ્યાન ખેંચવું , સમસ્યા ઉકેલવી , આયોજન કરવું , ખ્યાલોની રચના કરવી અને સ્વ - નિયંત્રણ પ્રાપ્ત કરવું વગેરે કરવા માટે કરે છે.ખાસ કરીને બાળકો મૂંઝવણમાં હોય , મુશ્કેલીમાં હોય , ભૂલ કરી હોય ત્યારે અંગત બોલીનો ઉપયોગ વધુ કરે છે . આંતરિક બોલી માત્ર સમસ્યા ઉકેલવામાં જ નહીં , પરંતુ વર્તનને નિયંત્રિત કરવા માટે પણ થાય છે . તમે કદાચ અવલોકન કર્યું હશે કે તમે તમારી સાથે પ્રત્યાયન કરતાં હો છો . જેમ કે , “ ચાલો જોઈએ , આ પહેલું પગથિયું ”....... અથવા “ મારા ગોગલ્સ ક્યાં મૂક્યા હશ ? ’ અહીં તમે આંતરિક બોલીનો ઉપયોગ પુનઃયાદી માટે , પ્રોત્સાહન માટે , પોતાને માર્ગદર્શન માટે " કરો છો .

અંગત બોલી બાળકોને તેની વિચાર પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે , તેથી બાળકોને શાળામાં તેનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ , ક્યારેક પ્રોત્સાહન પણ આપવું જોઈએ . જ્યારે બાળકો અઘરા દાખલાઓ ગણાતા હોય ત્યારે બીલકુલ શાંત રહેવાનો આગ્રહ તે કાર્ય તેને માટે વધુ અઘરું બનાવે છે . ગણગણાટમાં થયેલો વધારો સૂચવે છે કે તેઓને મદદની જરૂર છે . આ સંજોગોમાં વિદ્યાર્થીઓના અધ્યયનમાં મદદ કરવાનો એક અભિગમ છે ‘ જ્ઞાનાત્મક સ્વ - અધ્યાપન ’ - ( Cognitive self - instruction ) . આ અભિગમમાં અધ્યેતાઓ અધ્યયન કાર્ય મારફત પોતાની જાત સાથે વાત કરે છે . ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ પોતાની જાતને યાદી આપે છે કે ધીમે અને સંભાળપૂર્વક આગળ વધો . તેઓ કાર્ય કરતી વખતે પોતાની જાતને આ પ્રમાણે કહે છે . ‘ ‘ બરાબર છે , મારે શું કરવાનું છ ? બરાબર છે , આ બે સંખ્યાનો ગુણાકાર કરી તેમાં આ સંખ્યા ઉમેરો ..... ' વગેરે . 

2. પુખ્તો અને સમવયસ્કોની ભૂમિકા : 
જ્ઞાનાત્મક વિકાસમાં ભાષાની અન્ય એક ભૂમિકા છે . વિગોવ્સ્કી માને છે કે , બાળકની પોતાની સંસ્કૃતિના વધુ સક્ષમ પુખ્ત વ્યક્તિઓ કે વધુ સક્ષમ સમવયસ્કો સાથે વાતચીતો કે આંતરક્રિયાઓથી તેનો જ્ઞાનાત્મક વિકાસ થાય છે . આ લોકો બાળકને બૌદ્ધિક રીતે વિકસવા માટે જરૂરી માહિતી અને આધાર આપીને માર્ગદર્શકો અને શિક્ષકોનું કામ કરે છે . વડીલો બાળકને કાળજીપૂર્વક સાંભળે છે અને બાળકની સમજના વિકાસ માટે સાચી મદદ પૂરી પાડે છે . આમ બાળક અચળત્વ કે વર્ગીકરણની જ્ઞાનાત્મક ક્રિયાઓની ‘ શોધ’માં એકલું નથી . આ શોધમાં કુટુંબના સભ્યો , શિક્ષકો અને સમવયસ્કોની સહાય મળે છે . મોટા ભાગનું માર્ગદર્શન ભાષા દ્વારા આપવામાં આવે છે . કેટલીક સંસ્કૃતિમાં આ માર્ગદર્શન કૌશલ્યયુક્ત ક્રિયાનું અવલોકન કરાવીને આપવામાં આવે છે . 

સામાજિક આંતરક્રિયા એ સમસ્યા ઉકેલ જેવી ઉચ્ચ માનસિક પ્રક્રિયાઓનું ઉદ્ગમ છે . તેણે જણાવ્યું કે બાળકના સાંસ્કૃતિક વિકાસમાં પ્રત્યેક કાર્ય બે વાર જોવા મળે છે , પ્રથમ સામાજિક કક્ષાએ અને પછી , વૈયક્તિક કક્ષાએ . પ્રથમ લોકો વચ્ચે ( interpsychological ) અને પછી બાળકની અંદ૨ ( intrapsychological ) .

ઉદાહરણ :

 છ વર્ષના એક બાળકનું રમકડું ખોવાઈ જાય છે, તેના પિતાને મદદ કરવા કહે છે. તેના પિતા તેને પૂછે છે કે, તે રમકડાથી છેલ્લે ક્યારે રમ્ય હતું. બાળક કહે છે કે, મને યાદ નથી . તેના પિતા ક્રમિક રીતે ઘણા પ્રશ્નો પૂછે છે – તે તારા રૂમમાં હતુ ? બહાર હતું ? પડોશીના ઘરે હતું ? દરે પ્રશ્નનો જવાબ બાળક ‘ના’માં આપે છે. આગળ પૂછે છે, કારમાં હતું : બાળક કહે છે કે , કદાચ હતું અને તે રમકડું લેવા જાય છે . અહીં પ્રશ્ન છે કે , કોણે યાદ કર્યું ? બાળકે કે પિતાએ ? જવાબ છે કે , બેમાંથ કોઈએ નહીં , પણ બન્નેએ સાથે . યાદ કરવાની અને સમસ્યા ઉકેલવાની ક્રિય આંતરક્રિયા દ્વારા બન્નેમાં થતી હતી . પરંતુ બાળક આ પ્રક્રિયા હવે પછી કોઈ વ ખોવાઈ જાય તો તેને શોધવામાં મદદરૂપ થઈ શકે તે માટે આ સમસ્યા ઉકેલ યોજન પોતાનામાં અંત ૨ીકૃત કરી લે છે . આવી વસ્તુ શોધવાની યોજનાની માફક ઉચ્ચ કક્ષા ક્રિયાઓ પ્રથમ બાળક અને શિક્ષક વચ્ચે થતી જોવા મળે છે, ત્યારબાદ બાળક વૈયક્તિક રીતે જોવા મળે છે.

Post a Comment

Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to start the chat...