“ વૈયક્તિક તફાવતોમાં વ્યક્તિત્વના કોઇ પણ એવા પાસાનો સમાવેશ થાય છે કે જેનું માપન શક્ય બને છે . ’ ’ સામાન્યતઃ એવું જોવા મળે છે કે એક જ મા – બાપનાં બે બાળકૉ પણ સંપૂર્ણતઃ એકસરખાં જોવા મળતાં નથી . આથી ટાયલર નામના મનોવિજ્ઞાનીએ વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ બાબતો જેમનું માપન શક્ય છે તે બાબતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત ભિન્નતાઓને પરિભાષિત કરવાનો પ્રયાસ કર્યો છે . ટાઇલરના મંતવ્ય અનુસાર , “ શરીરના આકાર અને સ્વરૂપ , શારીરિક કાર્યો , ગતિ સંબંધી કુશળતાઓ , બુદ્ધિ , સિદ્ધિ , શન , અભિરુચિ , લાગણીઓ , વિચાર કે શોખમાં વ્યક્તિમાં ભિન્નતાઓ જોવા મળે છે જેમનું માપન શક્ય છે તેને વ્યક્તિગત તફાવતો કે વૈયક્તિક ભિન્નતાઓ કહેવામાં આવે છે . ”ટૂંકમાં,
વૈયક્તિક તફાવતો એટલે...
◾શારીરિક આકાર અને સ્વરૂપમાં રહેલી ભિન્નતા .
◾બુદ્ધિમાં રહેલી ભિન્નતા .
◾કાર્યની કુશળતા અને કાર્ય કરવાની ગતિમાં વિભિન્નતા .
◾અભિરુચિમાં રહેલી ભિન્નતા .
◾સ્વભાવમાં રહેલી ભિન્નતા વ્યક્તિત્વનાં લક્ષણોમાં ભિન્નતા .
◾જ્ઞાનપ્રાપ્તિમાં – ગ્રહણશીલતામાં ભિન્નતા .
◾વિશિષ્ટ શક્તિઓ કે અભિયોગ્યતાઓમાં ભિન્નતા .
◾વિચારોમાં ભિન્નતા .
◾સ્મૃતિભિન્નતા .
આમ , વ્યક્તિઓમાં વિવિધ પ્રકારની વ્યક્તિગત ભિન્નતાઓ કે વ્યક્તિગત તફાવતો જોવા મળે છે . ટાઇલરના મંતવ્ય અનુસાર વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પ્રવર્તતી અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે .
universal phenomenon . " “ Variability from individual to individual seems to be – Tyler
Post a Comment